સુરતના પડઘાં અમદાવાદમાં પડ્યા, આપના કાર્યકર્તાઓની અટકાયત

સુરતમાં આપના કોર્પોરેટર ઉપર પોલીસ દમન મામલો

આપના 100 કરતા વધુ કાર્યકરોની પોલીસે કરી અટકાયત

ભાજપની તાનશાહી, આપના કાર્યકરો ઉપર પોલીસનો જુલમ – વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકર

અમદાવાદ, સુરતમાં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા 27 કોપોરેટર જનતાના કાર્યો કરવા માંગણી કરી રહ્યાને પોલીસે ભાજપના ઈશારે લાઠીચાર્જ કરી જેલમાં પુરી દેવામાં વિરોધમાં આજે આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપવા જતા 100 કરતા વધુ કાર્યકારોની પોલીસે અટકાયત કરી શાહીબાગ પોલીસ સ્ટેડિયમ માં કસ્ટડીમાં લીધા છે.

સુરતમાં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા 27 નગર સેવકોને જનતાના કામો કરવા ભાજપ ભય અનુભવી રહી છે. જનતાના પ્રશ્નો ઉઠાવતા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ઈશારે પોલીસે લાઠીચાર્જ કરી ધરપકડ કરી હતી. તેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષ જે.જે. મેવાડાની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવા જતા પોલોસે અટકાયત કરવામાં આવી હતી.

જે.જે.મેવાડાએ જણાયું હતું કે, બીજેપીના હવે કિલોમીટર પુરા થઈ ગયા છે. દેશમાં ભ્રસ્ટાચારએ માઝા મૂકી છે. દેશને ખાનગીકરણના નામે વેચી દીધું છે. સુરતમાં આપના 27 નગર સેવક અને કાર્યકરો ઉપર પોલીસે જે જુલમ ગુજાર્યા છે. તેનાથી ભાજપની તાનશાહી જનતા જોઈ રહી છે.
વધુમાં વિરોધ પ્રદશનમાં પોલીસે અટક કરેલા અને કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકરે જણાયું હતું કે, ભાજપના રાજમાં લોકોને વિરોધ કરવાનો પણ અધિકાર છીનવી લીધો છે. સત્તાના નશામાં મશગુલ ભાજપા સરકારને હરાવવા આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગ પેસરો કરી દીધો છે. આપને રોકવા સત્તાનો ખોટો દુરુપયોગ કરી રહી છે. 2022 ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને મત આપવાની છે.આવી તાનશાહી સરકારનો હવે કોંગ્રેસની જેમ પતન નક્કી છે.

 69 ,  1