પાકિસ્તાન નહીં…’રાધુભાઈ જિંદાબાદ’ના લાગ્યા હતા નારા, પોલીસની સ્પષ્ટતા

કચ્છના દુધઈની ઘટનાનાં પડઘા છેક ગાંધી નગર સુધી પડ્યા હતા  

કચ્છના દુધઈમાં વિજય સરઘસમાં પાકિસ્તાન સમર્થનના નારા લાગ્યા હોવા મુદ્દે પોલીસે  સ્પષ્ટતા કરી હતી. કચ્છના દુધઇમાં વિજય સરઘસમાં પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગ્યા હોવા મુદ્દે પોલીસ અને સરપંચે સ્પષ્ટતા કરી હતી કે આ એક ગેરસમજ હતી.

આ મામલે પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલે પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે પૂર્વ ક્ચ્છ પોલીસે વાયરલ વીડિયોની ઝીણવટભરી તપાસ કરી છે. તે સિવાય વાયરલ વીડિયોમાં દેખાતા શખ્સોની પણ પૂછપરછ કરાઇ છે. વધુમાં મયૂર પાટીલે કહ્યું કે  વાયરલ વીડિયોમાં પાકિસ્તાન જીંદાબાદની નારેબાજી થઈ નથી. આ વીડિયોને ખોટી રીતે પ્રકાશિત કરવામાં આવ્યો છે. વીડિયોને ખોટી રીતે વાયરલ કરનારા સામે પણ પગલા લઇશું. 

કચ્છની એક ગ્રામપંચાયતની ચૂંટણીમાં જીતની ઉજવણીનો એક વીડિયો સોશિલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. તેમાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. મુદ્દો એટલો ગરમાયો કે, ગાંધીનગર સુધી તેની ચર્ચાઓ થવા લાગી. પરંતુ કારણ એવું સામે આવ્યું કે, સાંભળીને પણ હસવું આવશે.

કચ્છના દુધઈ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ દરમિયાન જીતની ખુશીમાં કોઈએ ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારો લગાવતા વિવાદ સર્જાયો હતો. તો ઉજવણીનો વીડિયો વાયરલ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી બીજી તરફ આ વીડિયોની ચર્ચાએ એટલું જોર પકડ્યું કે, ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા. અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ વીડિયો મુદ્દે તપાસના આદેશ આપ્યા હતા.

જે વ્યક્તિ નારા લગાવ્યા હતા તેને પણ શોધવામાં આવ્યો. અને તપાસ કરાઈ તો જાણવા મળ્યું કે, બિચારો આ વ્યક્તિ પાકિસ્તાન જિંદાબાદ નહીં પરંતુ રાધુભાઈ જિંદાબાદના નારા લગાવી રહ્યો હતો આ મુદ્દે ખુદ પોલીસે પણ સ્પષ્ટતા કરી છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી