ચૂંટણી પંચે કહ્યું, Namo TVનો આપો જવાબ

ભાજપ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલી નમો ટીવી ચેનલ પર વિવાદ સર્જાયો છે. આમ આદમી પાર્ટીએ 24 કલાક ચાલનારી ચેનલ Namo TV અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. આપે તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને પત્ર લખીને ફરિયાદ કરી છે કે, આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી પણ શુ પાર્ટીને પોતાની ટીવી ચેનલ લોન્ચ કરવાની અનુમતિ મળી શકે છે. જો ચૂંટણી પંચ પાસે તેની અનુમતિ નહીં માંગવામાં આવી તો આખરે તેની સામે કઈ કાર્યવાહી કરવામાં આવી? આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસે પણ નમો ટીવી લોન્ચનો વિરોધ કર્યો છે.

આપ તેમજ કોંગ્રેસ પાર્ટીએ આ મામલે ગંભીર ચિંતા વ્યકત કરતા ચૂંટણી પંચને તેના પર તાત્કાલિક નિર્ણય લેવા માટે તાકિદ કર્યું છે. તો બીજી તરફ ચૂંટણી પંચે સૂચના અને પ્રસારણ મંત્રાલય પાસે તેનો જવાબ માંગ્યો છે.

 44 ,  3