મહિલા ક્રિકેટ વર્લ્ડકપ ક્વોલિફાયર પર ‘ઓમિક્રોનનું ગ્રહણ’

આફ્રિકામાં ફેલાયેલ કોરોનાના નવા વેરિયન્ટના કારણે ICCને રદ્દ કરવાની ફરજ પડી

દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ઝડપી પ્રસારને કારણે ICCએ પડોશી દેશ ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલા મહિલા ક્રિકેટ વર્લ્ડ કપના ક્વોલિફાયર્સને રદ કરવાની ફરજ પડી છે. ICCએ શનિવારે આ જાણકારી આપી છે. ઝિમબાબ્વેના હરારેમાં રમાઈ રહેલા ક્વોલિફાયર્સ રાઉન્ડમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝને ICC રેન્કિંગમાં ટોપ ટીમો હોવાને કારણે વર્લ્ડકપ માટે ક્વોલીફાઈ જાહેર કરી દીધી છે.

નોંધનીય છે કે, 2022 માં ન્યૂઝીલેન્ડમાં મહિલા ક્રિકેટ વર્લ્ડકપ રમવાનો છે. જેના માટે ત્રણ ટીમો સિલેકટ કરવા માટે હાલમાં ઝિમબાબ્વેમાં ક્વોલિફાયર રાઉન્ડ ચાલી રહ્યો છે. પરંતુ કોવિડના ખતરાંના કારણે ICC Women’s Cricket World Cup Qualifier રદ કરવાની ફરજ પડી છે.

કોરોના વાયરસના પ્રકોપથી થોડી રાહત મળ્યા બાદ જીવન ધીરે ધીરે પાટા પર આવી રહ્યું છે, પરંતુ ફરી એકવાર મોટા ખતરાની ઘંટડી વાગી છે. વૈજ્ઞાનિકો સાઉથ આફ્રિકામાંથી ફેલાયેલા ઓમિક્રોન વેરિએન્ટ’ અંગે ખૂબ જ ભયભીત છે અને વિશ્વને ચેતવણી આપી રહ્યા છે. નવા વેરિએન્ટ દ્વારા ઉભા થયેલા ખતરાને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ સતર્ક બની ગયું છે. તો શું વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તે વિશે મોટી ચિંતા ઊભી થઈ છે.

નવા વેરિઅન્ટને ‘ઓમિક્રોન નામ અપાયું

‎હકીકતમાં, વાયરસના પ્રકારને કોઈ દેશના નામ પર રાખવાની કોઈ સત્તાવાર પરવાનગી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ સૂચના આપી છે કે કોઈ વેરિએન્ટને તેના મૂળ દેશ તરીકે નામ ન આપવું જોઈએ. બોત્સ્વાનાને સૌથી વધુ 32 મ્યુટેશન B.1.1.529 મળ્યા હોવાથી તેને ઓમિક્રોન વેરિએન્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી