સંસદ: નાણામંત્રી સીતારમણે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું, 7% વિકાસ દરનું અનુમાન

દેશની અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યનો ચહેરો તથા પડકારોને દર્શાવનાર આર્થિક સર્વે (Economic Survey) આજે ગુરૂવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો. રાજ્યસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ સર્વે રજૂ કર્યો. તમને જણાવી દઇએ કે આ સર્વે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમએ તૈયાર કર્યો છે અને તેમાં દુનિયાની પાંચમી મોટી અર્થવ્યસ્થા બનવાના પડકારને રેખાંકિત કરવાની સંભાવના છે.

ચાલુ નાણાકીય વર્ષ 2019-20માં જીડીપી ગ્રોથ 7 ટકા રહેવાની આશા છે. સર્વે પ્રમાણે છેલ્લાં 5 વર્ષમાં એવરેજ ગ્રોથ 7.5 ટકા રહ્યો છે. 2018-19માં વિકાસદર 6.8 ટકા રહ્યો છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, 2025 સુધી 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા મેળવવા માટે દર વર્ષે સરેરાશ 8 ટકા ગ્રોથ જરૂરી છે. તેમાં રોકાણકારોની ભૂમિકા ખૂબ મહત્વની છે.

Economic Survey 2019

  • સરવે મુજબ વિદેશી રોકાણકારોનો દેશમાં ભરોસો વધ્યો છે. નાણાકીય વર્ષ 2018-19માં નેટ એફડીઆઈમાં 14.1 ટકાનો વધારો થયો છે.
  • આ સરવે મુજબ દેશના કનસ્ટ્રકશન ગ્રોથમાં તેજી જોવા મળી છે. વર્ષ 2018-19માં ભારત ઉભરતી અર્થવ્યવસ્થા તરીકે વિકસી આવ્યો છે. દેશના ઓછા રોકાણ દરમાં ઘટાડો નોંધાયો છે.
  • નાણામંત્રીએ કહ્યું કે એનબીએફસી સેક્ટરમાં દબાણના ગ્રોથ પર અસર છે. હાલના નાણાકીય વર્ષમાં ઇકોનોમી માટે ઘણા નાણાકીય પડકાર છે. ધીમો ગ્રોથ, GST, કૃષિ યોજનાઓની અસર થશે. નાણાકીય વર્ષ 2021માં 3 નાણાકીય નુકસાનનું લક્ષ્ય રાખ્યો છે. આગામી નાણાકીય વર્ષમાં ગ્રોથ ધીમો રહેવાથી રાજસ્વ પર અસર પડશે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી