Economic Survey : નાણાકીય વર્ષ 2021-22 માટે 11 ટકા આર્થિક ગ્રોથનું અનુમાન

સંસદનું બજેટસત્ર આજથી શરૂ થયું છે. આ પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું બજેટ અભિભાષણ થયું હતું. નાણા મંત્રી નિર્મલા સીતારમણએ લોકસભાના પટલ પર આર્થિક સર્વેક્ષણ રજૂ કરી દીધું છે. આ વખતે આર્થિક સર્વેક્ષણમાં નાણાકીય વર્ષ 2022 માટે આર્થિક ગ્રોથનું અનુમાન 11 ટકા રાખવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2021માં આર્થિક ગ્રોથ રેટમાં 7.8 ટકા ઘટાડાનું અનુમાન છે.

નાણાકીય વર્ષ 2022 માટે નોમિનલ જીડીપીનું અનુમાન 15.4 ટકા પર રાખવામાં આવ્યું છે. અર્થવ્યવસ્થામાં વી શેપ્ડ રિકવરીનું અનુમાન છે. આ વખતે આર્થિક સર્વેક્ષણ અનેક રીતે ખાસ છે. કોરોના વાયરસ મહામારીના કારણે અર્થવ્યવસ્થાને મોટો આંચકો લાગ્યો છે. સર્વેમાં અર્થવ્યવસ્થાથી જોડાયેલી અનેક એવી જાણકારીઓ તથા આંકડા છે, જેની પર અનેક લોકોની નજર છે.

આ સર્વે મુજબ, નાણાકીય વર્ષ 2021માં જીડીપી ગ્રોથ લગભગ 7.7 ટકા રહી શકે છે. મની કન્ટ્રોલના અહેવાલ મુજબ, લોકસભામાં રજૂ કરવામાં આવેલા Economic Surveyમાં નાણાકીય વર્ષ 2021-22ના પહેલા 6 મહિનામાં Read GDP ગ્રોથ રેટ 14.2% રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. આર્થિક સર્વેમાં જે અનુમાન લગાવવામાં આવ્યા છે તે RBI અને સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ (CSS)ના આંકડાઓથી મેળ ખાય છે.

કોરોના મહામારીના કારણે દેશની અર્થવ્યસ્થા પર ખૂબ ખરાબ અસર પડી છે. આ કારણે દેશ માટે આ બજેટ એક નવી તસવીર રજૂ કરી શકે છે. બીજી તરફ આર્થિક સર્વેક્ષણની વાત કરીએ તો તેમાં સરકાર તરફથી અર્થવ્યવસ્થાને લઈને પૂરી જાણકારી વિસ્તારથી આપવામાં આવે છે. તેમાં ભવિષ્યની સંભાવનાઓ અને પડકારોની સાથે વિવિધ ક્ષેત્રો વિશે પણ જાણકારી આપવામાં આવે છે.

સંસદના બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ પોતાનું અભિભાષણ આપ્યું. આ દરમિયાન તેઓએ કહ્યું કે, પોતાના તમામ નિર્ણયોમાં મારી સરકારે સંઘીય માળખાને સામૂહિક શક્તિનું અદ્વિતિય ઉદાહરણ પણ પ્રસ્તુત કર્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની વચ્ચે આ સમન્વયે લોકતંત્રને મજબૂત કર્યું છે અને બંધારણની પ્રતિષ્ઠાને સશક્ત કરી છે.

 59 ,  1