સપા નેતા આઝમ ખાન વિરુદ્ધ જમીન પડાવી લેવા EDએ દાખલ કર્યો કેસ

ઉત્તરપ્રદેશ સરકાર દ્ધારા તાજેતરમાં ભૂમાફિયા જાહેર કરાયેલા સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પર હવે ઇડીએ કાર્યવાહી શરૂ કરી છે. ઇડીએ યુપીમાં કથિત જમીન ઝડપવાના અનેક મામલાઓને લઇને કેસ દાખલ કર્યો છે. અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી છે.

આઝમ ઉત્તરપ્રદેશ સરકારના પૂર્વ મંત્રી અને રામપુરથી વર્તમાન સાંસદ છે. ગત દિવસોમાં ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે તેમની વિરુદ્ધ ગેરકાયદે કબ્જાને લઇને પણ મામલા દાખલ કર્યા છે. તેમની જૌહર યુનિવર્સિટીમાં બે દિવસ પહેલા છાપો મારવામાં આવ્યો હતો. અધિકારીઓના પ્રમાણે યુનિવર્સિટીના પુસ્તકાલયમાં 2500 ચોરીના પુસ્તકો જપ્ત કરવામાં આવ્યા છે.

અધિકારીઓએ કહ્યું કે એજન્સીએ રાજ્યસભાના સાંસદ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ પોલીસ દ્ધારા દાખલ કરવામાં આવેલા ઓછામાં ઓછા 26 એફઆઇઆરને ધ્યાનમાં લેતા તેમના વિરુદ્ધ ઇડીએ રિપોર્ટ દાખલ કર્યો છે. વાસ્તવમાં ઇડીની ECIR પોલીસ FIR સમાન છે. આઝમ ખાન અને અન્ય વિરુદ્ધ પ્રિવેશન ઓફ મની લોન્ડ્રરિંગ એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી