દેશમુખ બાદ અજીત પવારની પત્ની EDના નિશાને

મહારાષ્ટ્ર સહકારી બેંક કૌભાંડ મામલે EDની કાર્યવાહી

મહારાષ્ટ્ર સહકારી બેંક કૌભાંડ મામલે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી અજિત પવારના પત્ની દ્વારા સંચાલિત 65.75 કરોડની સુગર મિલને જપ્ત કરી છે. પ્રાપ્ત અહેવાલો પ્રમાણે ED દ્વારા વધુ નવ સુગર મિલ અને કેટલાક રાજકીય નેતાઓ સામે કાર્યવાહી શરૂ થાય તેવી સંભાવના સેવાઈ રહી છે.

આ સંપત્તિમાં કોરેગાંવના ચિમનગાવ ખાતે અજિત પવારની પત્નીની સુગર મિલની જમીન, મકાન, મશીન અને પ્લાન્ટ સામેલ છે. જ્યારે, આ મામલે અજિત પવારનું કહેવું છે કે તેમને આ મામલે ED તરફથી કોઈ સૂચના મળી નથી.

EDનો આરોપ છે કે, મહારાષ્ટ્ર સહકારી બેંક કૌભાંડ થયુ તે સમયે અજિત પવાર રાજ્ય સહકારી બેંકના નિયામક મંડળમાં સામેલ હતા. હરાજી સમયે ગુરુ કોમોડિટી સર્વિસીસ લિમિટેડ દ્વારા આ સ્થળ ખરીદાયું હતું. EDના જણાવ્યા મુજબ, આ સંપત્તિ પરત મેળવવા માટે અજિત પવારે તેની પત્ની સાથે મળીને બનાવટી કંપની બનાવી હતી અને તે જ સમયે સુગર મિલ દ્વારા સહકારી ખાંડ ફેક્ટરીના નામે કોઓપરેટિવ બેંકમાંથી 700 કરોડની લોન લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસની આર્થિક ગુનાની સંસ્થાએ વર્ષ 2010 માં આ કેસમાં FIR નોંધી હતી. તેના આધારે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ED એ જણાવ્યું કે, 2010 માં મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકે જરાંદેશ્વર સહકારી સુગર મિલની હરાજી કરાઈ તે સમયે જાણી જોઈને તેની કિંમત નીચી રાખવામાં આવી હતી.

હાલ EDનો આરોપ છે કે, આ સંપત્તિ પરત મેળવવા માટે અજિત પવારે તેની પત્ની સાથે મળીને બનાવટી કંપની બનાવી હતી અને સુગર મિલ દ્વારા સહકારી ખાંડ ફેક્ટરીના નામે કોઓપરેટિવ બેંકમાંથી 700 કરોડની લોન પણ લેવામાં આવી હતી.

 66 ,  1