September 20, 2021
September 20, 2021

અનિલ દેશમુખ કેસમાં ED ની કાર્યવાહી તેજ…

ભૂતપૂર્વ ગૃહમંત્રીને શોધવા માટે CBI પાસે માંગી મદદ

EDએ હવે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે કાર્યવાહી તેજ કરી છે. તમને જણાવી દઈએ કે, ભૂતપૂર્વ ગૃહમંત્રી પર 100 કરોડની વસૂલાત અને મની લોન્ડરિંગ કેસનો આરોપ છે. ED એ અનિલ દેશમુખને શોધવા માટે CBIની મદદ માંગી છે. અનિલ દેશમુખને વારંવાર સમન્સ આપવા છતાં ED પૂછપરછ માટે હાજર ન થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

અગાઉ, દેશમુખના વકીલ આનંદ ડાગા અને સીબીઆઈ ઈન્સ્પેક્ટર અભિષેક તિવારીને પણ બે દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. ઈન્સ્પેક્ટર અભિષેક તિવારી પર દેશમુખ સામે તપાસનો રિપોર્ટ લીક કરવાનો આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ ગયા અઠવાડિયે બંનેની ધરપકડ કરી હતી. મહત્વપૂર્ણ છે કે, તિવારી દેશમુખના વકીલ ડાગાના સંપર્કમાં હતા અને તેમણે સીબીઆઈ રિપોર્ટ સંબંધિત માહિતી લીક કરી હતી.

અનેક વાર સમન્સ આપવા છતાં અનિલ દેશમુખ ED ઓફિસમાં પૂછપરછ માટે હાજર થયા નથી, ત્યારે મળતી માહિતી મુજબ, દેશમુખને શોધવા માટે ED અને CBI મળીને રાજ્યભરમાં જુદા જુદા સ્થળોએ દરોડા પાડશે. આવી સ્થિતિમાં અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. અગાઉ, ઇડીએ અનિલ દેશમુખ સાથે સંબંધિત નાગપુર અને મુંબઇની આસપાસ 13-14 સ્થળો પર દરોડા પાડ્યા હતા

 12 ,  1