અલગતાવાદી નેતાઓ પર EDની કાર્યવાહી, મની લોન્ડ્રિંગનાં આરોપ હેઠળ ફટકાર્યો દંડ

જમ્મુ અને કાશ્મીરનાં અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની અને યાસીન મલિક પર મની લોન્ડ્રિંગનાં આરોપો હેઠળ ઇડીએ મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ ગિલાને 14.40 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.ગિલાની પર બિનકાયદેસર રીતે 10 હજાર અમેરિકી ડોલર રાખવાનો આરોપ છે. ઇડીની તરફથી ગિલાનીની પાસે 6.90 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે યાસીન મલિક પર પણ આ જ કાર્યવાહી કરવામાં આવી છે.

અલગતાવાદી નેતા અને જેકેએલએફનાં પૂર્વ ચેરમેન યાસીન મલિક પાસેથી પણ મોટા પ્રમાણમાં વિદેશી હુંડીયામણ મળી આવી છે. યાસીન મલિકની વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. જો કે ટુંક જ સમયમાં તેના પર કાયદાનો સકંજો કસાશે.

આપને જણાવી દઇએ, કાશ્મીરમાં રહેલા અલગતાવાદી નેતાઓ પર કડક કાર્યવાહી કરવી જરૂરી છે. તેઓ હંમેશા ભારત વિરોધી પ્રવૃતીઓ કરતા આવ્યા છે. તેમના પર યુવાનોને ભડકાવવાથી માંડીને પાકિસ્તાન સાથે સંપર્કમાં હોવાના અનેક વખત આરોપો લાગી ચુક્યા છે. જો કે તેમના પર કોઇ કાર્યવાહી કરવામાં આવે તો, કાશ્મીરને અશાંત કરી દેતા હોય છે.

 46 ,  3