ખાદ્ય તેલના ભાવમાં થયો 30થી 40 રૂપિયાનો ઘટાડો

સરકારે કંપનીઓને આપ્યા આદેશ, ગ્રાહકો સુધી તેનો લાભ પહોંચાડો

નવું વર્ષ શરૂ થાય તે પહેલા દેશની જનતા માટે મોટી ખુશખબર આવી છે. મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકોને થોડી ઘણી રાહત આપશે. સરકારે ખાદ્ય તેલોની કિમતોમાં ભારે કાપ મુક્યો છે. આ કાપ બાદ સરકારે કંપનીઓ સાથે વાત કરી છે અને તેમને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે, સરકાર તરફથી જે કાપ મુકવામાં આવ્યો છે, તેનો લાભ ગ્રાહકોને આપવામાં આવે.

ખાદ્ય તેલની કિંમતોમાં 30-40 રૂપિયાનો કાપ મુકવામાં આવ્યો છે. જે બાદ ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના સચિવ ડો. સુધાંશુ પાંડેએ રાજ્ય સરકારોને પોતાના રાજ્યોમાં તેલના વેચાણની એમઆરપી નક્કી કરવા જણાવ્યું છે, તેના માટે અસરકારક રીતે પગલા ઉઠાવવા જણાવ્યું છે.

આયાત ડ્યૂટી ઘટાડીને કરી શૂન્ય
પાંડેએ કહ્યું કે, ખાવાનું બનાવાના તેલમાં આયાત ડ્યૂટી લગભગ શૂન્ય કરી દેવામાં આવી છે. આયાત શૂલ્કમાં ફેરફાર બાદ તેલના ભાવમાં 15 ટકાથી 20 ટકાનો ઘટાડો આવ્યો છે. આ પગલાંથી તમામ બ્રાન્ડના તેલના ભાવમાં 30-40 રૂપિયાની કમી જોવા મળી છે.

ગ્રાહકોને લાભ મળે તેવા આપ્યા આદેશ
સરકારે કંપનીઓને એ નક્કી કરવા આદેશ આપ્યા છે કે, આ નવા ઘટેલા ભાવનો ગ્રાહકોને લાભ થાય તે માટે ગ્રાહકો સુધી તેનો લાભ પહોચાડો. તેની સાથે સંશોધિત એમઆરપી તેલના પેકેટ અને બોટલ પર અથવા કંટેનર પર પ્રિંટ કરવાનો પણ આદેશ આપ્યા છે. પાંડેએ એવું પણ કહ્યું કે, ખાદ્ય તેલોના ભાવમાં હજૂ પણ ઘટાડો થશે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી