September 18, 2021
September 18, 2021

ખાદ્યતેલોના ભાવમાં 1 વર્ષમાં 52 ટકા સુધીનો ધરખમ વધારો

તહેવારો પહેલા તેલોના ભાવમાં ભડકો

દેશમાં કોરોના સંકટકાળમાં પેટ્રોલ-ડીઝલ સહિત મોટાભાગની ખાદ્યચીજોના ભાવ વધ્યા છે, તેમાંય ખાદ્યતેલોના ભાવમાં તો રીતસરનો ભડકો થયો છે. આ વાત ખુદ સરકારે પણ સ્વીકારી છે ખાદ્યતેલોના ભાવ ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 52 ટકા જેટલા વધી ગયા છે. તાજેતરમાં રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં ખાદ્ય અને ગ્રાહક બાબતોના રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબે કહ્યુ કે, સરકારે કિંમતો વધતી રોકવા માટે દાળ અને ખાદ્યતેલો જેવા આવશ્યક ખાદ્યપદાર્થોના મામલે ઘણા પગલાંઓ લીધા છે.

રાજ્યસભામાં ગઈકાલે એક પ્રશ્નના જવાબમાં મંત્રી દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ મુજબ સિંગતેલની કિંમત સરેરાશ માસિક રિટેલ કિંમતમાં પાછલા વર્ષના સમાન મહિનાની તુલનામાં જુલાઇમાં 19.24 ટકાનો વધારો થયો છે. તેવી જ રીતે વાર્ષિક તુલનાએ જુલાઇ દરમિયાન સરસવ તેલની છુટક કિંમતમાં 39.03 ટકા, વનસ્પિતમાં 46.01 ટકા, સોયાતેલમાં 48.07 ટકા, સૂરજમુખીના તેલમાં 51.62 ટકા અને પામતેલની કિંમતોમાં 44.42 ટકાની વૃદ્ધિ થઇ છે. નવા આંકડાઓ 27 જુલાઇ 2021 સુધીના છે.

 78 ,  1