સંજીવ કપૂરે શેર કરેલી ડિશે સોશિયલ મીડિયા પર મચાવી સનસની

લોકપ્રિય સેફ સંજીવ કપૂરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ડિશનો વીડિયો અપલોડ કર્યો હતો જેને લઈને સોશિયલ મીડિયા પર સનસની મચી ગઈ છે અને લોકો મજા લઈ રહ્યા છે. કેમ કે આ ડિશનું નામ એગ્સ કેજરીવાલ છ. એક યૂઝરે કમેન્ટમાં લખ્યું કે આ ડિશ ખાધા પછી ખાસી તો નહીં આવે અથવા અનશન કે ધરણા પહેલા તેને ખાવી જોઈએ.

ત્યારે એક અન્ય યૂઝરે ટ્વીટ કરતા લખ્યું કે, ઓડ દિવસો હશે ત્યારે હું વ્હાઈટ બ્રેડ ખાઈશ અને બાકીના દિવસોમાં હું તેને બ્રાઉન બ્રેડની સાથે ખાઈશ. તો બીજા એક યૂઝરે કહ્યું કે, સર આ U-turn મારશે કે શું? તો એક બીજા યૂઝરે લખ્યું કે, સંજીવ, મુલાયમ ચિકન..મમતા ફિશ કરી..ની રાહ જોઈ રહ્યો છું

કેજરીવાલનું નામ જોડાવાથી આ ડિશ ફેમશ થઈ ગઈ છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેનો કોઈ સંબંધ નથી. તેમજ આ ડિશ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે, ખાસ કરીને જે લોકો ઈંડા ખાવાનું પસંદ કરે છે તેમના માટે આ ડિશ એકદમ બેસ્ટ છે.

 145 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી