September 18, 2021
September 18, 2021

કોર્ટમાં બેહોશ થઈને પડ્યા મિસ્રના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સી, થયું મૃત્યુ

મિસ્રના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીની કોર્ટમાં પેશી દરમિયાન મોત થઇ છે. મિસ્રના સરકારી ટેલિવિઝને આ જાણકારી આપી છે. રીપોર્ટ અનુસાર કોર્ટની કાર્યવાહી બાદ મોહમ્મદ મોર્સી બેહોશ થઈને પડી ગયા હતા, તે બાદ તેમનું મૃત્યુ થઇ ગયું છે.

તેમની ઉમર 67 વર્ષની હતી. અદાલતમાં તેમના પર જાસૂસીનો કેસ ચાલતો હતો. મોહમ્મદ મોર્સીને ઈજીપ્તની સેનાએ 2013માં સત્તાથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા.

 18 ,  1