મહેસાણાઃ દિન દહાડે ચોરીઓ કરતી ગેંગ ઝડ્પાઇ

ગુજરાતનાં મહેસાણા જીલ્લામાં ગીલોલથી કાચ ફોડી, ગંદુનાખી, રૂપીયા-૧૦-૧૦ ની નોટો ગાડીની બાજુમાં નાખી નજર ચુકવી, ટુ વ્હીલર ને પંકચર કરી, ગાડીનો દરવાજો ખોલી, શરીરે ખજવાળ આવે તેવો પાવડર નાખી ચોરીઓ કરતી ગેંગ ને એલ.સી.બી., મહેસાણા પોલીસ ઝડ્પી પાડ્યા હતાં

તાજેતરમાં જીલ્લામાં તથા આજુબાજુના જીલ્લામાં બાઇકો ઉપર આવી ચોરીઓ કરતી ગેંગને પકડી પાડવા માટે મહેસાણા પોલીસ ઇન્સ્પેકટર એલસીબીને સૂચના આ્રપી હતી.

જેના આધારે એસ.એસ.નિનામા,પોલીસ ઇન્સ્પેકટર,એલ.સી.બી., મહેસાણા તથા પો.સ.ઇ આર.જી.ચૌધરી, ASI વગેરે સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી આવા બનેલ બનાવો નજીકના સી.સી.ટી.વી. ફુટેજથી ચકાસણી કરતા ટુ વ્હીલર વાહનો ઉપર ચોરી કરતી ટોળકીના ફુટેઝ હોવાનું ફલીત થયું હતું..જેમાં યુનીકોન કાળા કલરનાં મોટર સાઇકલ ચોરી કરનાર ઇસમોએ વાપર્યું હોવાનું સી.સી.ટી.વી. ફુટેઝ આધારે જાણવા મળ્યુ હતું.

જેથી એલ.સી.બી. સ્ટાફના માણસો તથા વસાઈ પોલીસ સટાફ સાથે વૉચમા હતા તે દરમ્યાન મોટરસાઇકલ ઉપર ત્રણ ઇસમો રામપુરા ચોકડીથી મહેસાણા તરફ આવતા હોવાથી તેમને રોકી પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોવાથી તેઓને એલ.સી.બી. ઓફીસે લાવી દરેકની પુછપરછ કરતાં પોતાની સી.સી.ટી.વી.ફુટેજમાં મોટર સાયકલ સાથેની હાજરી હોવાથી તેઓ ભાગી પડ્યા હતાં.ત્યારે તેમણે ૪૧ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. અને પકડેલ ઇસમો પાસેથી ચોરી કરેલ કુલ –પ મોબાઇલ કિ.રૂ. ૪૨,૫૦૦/- તથા ચોરી કરવા માટે વાપરેલ ગીલોલ, ચપ્પુ, લોખંડનો ખીલો તથા યુનિકોન મોટર સાયકલ કિ.રૂ.પ૦,૦૦૦/- મળી કુલ રૂ.૯૭,૯૫૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી