આગ્રા-લખનઉ એક્સપ્રેસ પર ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળે આઠ લોકોના મોત

ઉત્તરપ્રદેશના આગ્રા-લખનઉ એક્સપ્રેસ પર રોડ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. પૂરઝડપે આવી રહેલી કાર સીધી એક ટ્રકમાં ઘૂસી ગઇ હતી. કારમાં સવાર તમામ 8 લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા.

મળતી વિગત મુજબ, કાર પૂરપાટ ઝડપે આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર પસાર થઇ રહી હતી. તે દરમિયાન કાર ચાલક અચાનક કાબૂ ગુમાવતા, કાર એક ટ્રકમાં જઇને ઘૂસી ગઇ હતી. દુર્ઘટનામાં કારના કૂરચે કૂરચા ઉડી ગયા હતા.

ઘટનાની જાણ થતા જ પોલીસ સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતો. તો બીજી તરફ હાઉવે પર ભારે ટ્રાફિક જામના દશ્યો સર્જાયા હતા.

 25 ,  3