અમદાવાદ : દારૂની મહેફિલ માણતા આઠ નબીરાઓ ઝડપાયા

બાતમીને આધારે વસ્ત્રાપુર પોલીસે હોટલમાં પાડી હતી રેડ

શહેરના એસ.જી.હાઇવે નજીક સાંતનુ કોમ્પ્લેક્ષના છઠ્ઠા માળે આવેલ હોટલ મુકુંદ ખાતે દારૂની મહેફિલ માણતા આઠ નબીરાઓની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. મિત્રનો જન્મ દિવસ હોવાથી તમામ યુવકો પાર્ટી માટે હોટલમાં એકઠા થયા હોવાનું જાણવા મળ્યું હતું. રેડ દરમિયાન પોલીસ બિયર તેમજ દારૂની બોટલો પણ મળી આવી હતી.

વિગત મુજબ, વસ્ત્રાપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એસ.જી. હાઈવે નજીક થલતેજ પાસે આવેલા શાંતનું કોમલેક્સમાં છટ્ઠા માળ પર મુકુંદ હોટલમાં કેટલાક લોકો ભેગા થઈને દારૂની મહેફિલ માણી રહ્યા છે. જે અંગેની બાતમી મળતા વસ્ત્રાપુર પોલીસે મુકુંદ હોટલમાં રેડ કરી હતી. આ દરમિયાન રૂમ નંબર 601માં 8 લોકો ભેગા મળીને દારૂ અને બિયર રાખીને મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયા હતા. સાથે પોલીસને બિયર તેમજ વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, ઝડપાયેલા નબીરાઓ પૃથ્વીસિંહ ગોહેલ (રહે પટેલ વાસ, જોધપુર)નો જન્મ દિવસ હોવાથી દારૂની પાર્ટી કરવા હોટલમાં ભેગા થયા હતા.

દારૂ પીતા કોણ કોણ ઝડપાયા

  • પૃથ્વીસિંહ ગોહેલ (રહે પટેલ વાસ, જોધપુર)
  • વિજય ઠાકોર ( રહે,વિજય પુષ્પ સોસાયટી, સેટેલાઇટ)
  • સ્મિત રાઠોડ (રહે, શ્લોક રેસિડન્સી, રાણીપ)
  • હર્ષ પટેલ (રહે,પટેલ વાસ જોધપુર)
  • કાર્તિક આંબલિયા (રહે, સહયોગ એપાર્ટમેન્ટ, વેજલપુર )
  • શૈલેષ વાઘેલા( વાઘેલા સોસાયટી, જોધપુર)
  • ધ્રુતીન રાઠોડ( રહે, રાજુલ પાર્ક, વેજલપુર)
  • મિલાપ મિસ્ત્રી ( રહે, આકાર સોસાયટી, જોધપુર)

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી