વિજય મુહૂર્તમાં ભાજપના નવા ચૂંટાયેલા 8 ધારાસભ્યોએ શપથ લીધા

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં વિજયી થયેલા ભાજપના આઠ નવ નિર્વાચિત ધારાસભ્યોની શપથ વિધિ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

ગુજરાત વિધાનસભા ખાતે યોજાયેલી આ શપથ વિધિમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ નવા ચૂંટાયેલા આઠ ધારાસભ્યોને વિજયમૂર્હુતમાં હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. સીએમ વિજય રૂપાણીએ નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.

નોંધનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભામાં 111 બેઠકોના અંક ઉપર પહોંચી છે. આ શપથવિધિ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સંસદીય બાબતોના મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, દંડક, મંત્રીમંડળના સભ્યઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ આઠ બેઠકો જીતીને વિજયપતાકા લહેરાવી છે જેમાં અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, ધારીમાંથી જે. વી. કાકડીયા, કરજણમાંથી અક્ષય પટેલ, ગઢડામાંથી શ્રી આત્મારામ પરમાર, કપરાડામાંથી જીતુભાઇ ચૌધરી, ડાંગમાંથી વિજયભાઇ પટેલ તેમજ લિંબડીમાંથી કિરિટસિંહ રાણાનો વિજય થયો છે.

 65 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર