અમદાવાદ : મણિનગરના લક્ષ્મી ભવન બંગલામાં જુગાર રમતી આઠ મહિલાઓ ઝડપાઈ

પોલીસે દરોડા પાડી 72 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં લક્ષ્મી ભવન બંગલામાં જુગાર રમતી આઠ મહિલાઓ ઝડપાઈ છે. પોલીસે દરોડા પાડી 72 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે મણિનગર વિસ્તારમાં ગણેશ ગલી ગોપાલ ટાવરની પાછળ આવેલા લક્ષ્મી ભવન બંગલામાં કેટલીક મહિલાઓ જુગાર રમી રહી છે.

આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસ પણ દરોડા દરમ્યાન ચોંકી ઉઠી હતી, બાતમીના અનુસાર પોલીસ ઘટના સ્થળપર પહોંચી ગઈ હતી અને જોયું કે આધેડ વયની મહિલાઓ અંદરના ઓરડામાં જુગાર રમતા ઝડપાઈ હતી. અંદાજીત 50-70 વર્ષની ઉંમરની મહિલાઓ ઝડપાઈ હતી.

પોલીસે મીનાબહેન લક્ષ્મીચંદ વાધવા (ઉંં.વ.70), કિરણબહેન સંજયભાઈ વાધવા (ઉં.વ.50) બંને (રહે. લક્ષ્મી ભવન, મણિનગર), મીનાબહેન લીલારામ મેઘણી (ઉંં.વ.52, રહે. અંબાજી મંદિર અંદર, ઠક્કરનગર), તુલસીબહેન ગોપાલદાસ તાનવાણી (ઉંં.વ.54, રહે. ગણપ‌િત ગલી, દક્ષિણી, મણિનગર), તારાબહેન ભગવાનદાસ ભાગનાણી (ઉંં.વ.50, રહે. હિન્દુસ્તાન, ચાર માળિયા, વટવા), માયાબહેન જેઠાનંદ ચાવલાની (ઉંં.વ.58, રહે. જી-વોર્ડ, કુબેરનગર), વિદ્યાબહેન ભેરૂમલા નેનવાણી (ઉંં.વ.70, રહે. અંજલી કોર્નર ફ્લેટ, રમણનગર, મણિનગર) અને કૌશલ્યાબહેન રાજેશભાઇ જાંજ વાણી (ઉંં.વ.60, રહે. બગીચા ગલી, ઠક્કરનગર)ની રૂ.25 હજારની રોકડ અને રૂ.47,300ના છ મોબાઈલ મળી કુલ રૂ.72,300ના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 74 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર