મુંબઈ ટેસ્ટમાં એજાઝ પટેલે રચ્યો ઈતિહાસ

અનિલ કુંબલે બાદ એક ઈનિંગમા 10 વિકેટ ઝડપી

મુંબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીની અંતિમ અને બીજી આખરી નિર્ણાયક ટેસ્ટ મેચ રમાઈ રહી છે જેમાં ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે ઈતિહાસ રચી દીધો છે. ભારતની પ્રથમ ઈનિંગમાં 10 વિકેટ ખેરવીને ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. અનિલ કુંબલેએ 1999માં દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાનમાં પાકિસ્તાન સામે આ કારનામું કર્યું હતું. તો અગાઉ ઇંગ્લેન્ડના જિમ લેકરે પણ એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી. 1956માં લેકરે ઓસ્ટ્રેલિયા સામે એક ઇનિંગમાં 10 વિકેટ લીધી હતી. ત્યારે હવે આજે ભારતીય મૂળના એજાઝ પટેલે 10 વિકેટ લઈને વિશ્વનો ત્રીજો બોલર બની ગયો છે. એજાઝ પટેલ ભારતની પ્રથમ ઈનિંગમાં આ ખૂબ જ મોટી સિદ્ધિ ગણી શકાય.

નોંધનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો આજે બીજો દિવસ છે. ભારતે પ્રથમ ઈનિંગ્સમાં 325 રનનો સ્કોર નોંધાવ્યો છે. આ મેચમાં મૂળ ભારતમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટો ઝડપી ઈતિહાસ સર્જ્યો છે. આ સાથે જ તે પ્રથમ ઈનિંગ્સમાં તમામ 10 વિકેટ ખેરવનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે. અગાઉ અનિલ કુંબલે અને જિમ લેકરે વિરોધી ટીમની તમામ 10 વિકેટો ખેરવી હતી પરંતુ તે વિકેટો બીજી ઈનિંગ્સમાં હતી. અક્ષર પટેલે પોતાની ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફ્ટી લગાવી. મયંક અગ્રવાલના 150 રન અને અક્ષર પટેલની લડાયક 52 રનની ઈનિંગ્સે 325 રનનો સ્કોર ખડ્કયો છે.

 221 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી