‘હિસાબ તો હોગા…સબકા હોગા લેકિન બારી-બારી સે હોગા’

2019 લોકસભા ચૂંટણી માટે યુપીના મેરઠથી ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર સીધો પ્રહારો કર્યો હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ચોકીદારનું જ બહાનું બનાવી વડાપ્રધાને કોંગ્રેસ સહિત આખા વિપક્ષને ઘેર્યું હતું. અને કહ્યું કે હું ચોકીદાર છું અને ચોકીદાર કયારેય નાઇન્સાફી કરતો નથી. તેની સાથે જ મોદીએ એમ પણ કહ્યું કે હું મારો હિસાબ તો આપીશ પરંતુ બધાનો હિસાબ પણ લઇશ. વધુમાં શાયરાના અંદાજમાં પીએમ એ કહ્યું કે ‘હિસાબ તો હોગા…સબકા હોગા લેકિન બારી-બારી સે હોગા’

એટલું જ નહીં, રાહુલ ગાંધીના ન્યાય યાજના પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે, જે 17 વર્ષમાં ગરીબોનાં ખાતા નથી ખોલાઇ શક્યાં તેઓ શું ખાતામાં પૈસા નાખી શકશે. વડાપ્રધાને કહ્યું, આજે એક તરફ નવા ભારતના સંસ્કાર છે તો બીજી તરફ વંશવાદ અને ભ્રષ્ટાચારનો વિસ્તાર છે.

વધુમાં પીએમએ પોતાની સરકારની સરાહના કરતા કહ્યું કે, સરકારે મહિલાઓને મફત ગેસ કનેકશન આપ્યાં, ગરીબોના ઘરમાં શૌચાલય આપ્યાં, પાકું ઘર આપ્યું, વિજળી કનેકશન આપ્યું છે.

 42 ,  3