કોંગ્રેસની જાહેરાતો પર ચૂંટણી પંચે કરી લાલ આંખ, રાફેલવાળી જાહેરાત પર લગાવી રોક

લોકસભા ચૂંટણી 2019ને નિષ્પક્ષ રીતે સંપન્ન કરવા માટે ચૂંટણી પંચે કમર કસી લીધી છે. ચૂંટણી પંચે પોસ્ટર, બેનર, જાહેરાતો અને નેતાઓના નિવેદન પર નજર બનાવી રાખી છે. અગાઉ ચૂંટણી પંચે તમામ રાજનૈતિક પાર્ટીઓ પર સેનાની તસવીરના ઉપયોગ પર રોક લગાવ્યો હતો. જ્યારે હવે ચૂંટણી પંચે કોંગ્રેસના ચૂંટણી પ્રચાર પર સખત વલણ અપનાવ્યું છે અને રાફેલ વાળી જાહેરાત પર રોક લગાવી દીધી છે.

મધ્ય પ્રદેશ કોંગ્રેસે જાહેરાતોને ચૂંટણી પંચ પાસે મંજૂરી માટે મોકલી આપી હતી. જેમાં 9માંથી 6 વીડિયો જાહેરાત પર ચૂંટણી પંચે વાંધો ઉઠાવતા તેના પર રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચે કહ્યું કે આમાં રાફેલ વિવાદ સાથે જોડાયેલ જાહેરાત પણ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ચૂંટણી પંચે કહ્યું કે રાફેલનો મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં છે, માટે તેને ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવો યોગ્ય નથી.

 82 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી