યોગીને ‘મોદીની સેના’ કહેવું પડ્યું ભારે, ચૂંટણી પંચે માંગ્યો જવાબ

ચૂંટણી પચેં યુપીના સીએમ યોગી આદિત્યનાથને ‘મોદીની સેના’ નિવેદન મુદ્દે નોટિસ ફટકારી છે. સાથે તેમને 5 એપ્રિલ સુધીમાં જવાબ આપવા માટે તાકિદ કર્યું છે. આપને જણાવી દઇએ, સીએમ યોગીએ ગાઝિયાબાદમાં એક ચૂંટણી સભામાં ભારતીય સેનાને ‘મોદીજીની સેના’ જણાવી હતી.

યોગીની આ ટિપ્પણી બાદ વિવાદ સર્જાયો હતો. તેમજ વિરોધ પક્ષના નેતાઓએ યોગી પર પ્રહાર કર્યા હતા અને તેમના પર ભારતીય સેનાનું ‘અપમાન કરવા’નો આરોપ લગાવ્યો હતો.

આપને જણાવી દઇએ, ચૂંટણી પંચે આદેશ આપ્યો હતો કે, આગામી ચૂંટણીમાં સેના સંબંધિત કોઈ પણ પ્રકારનું નિવેદન આપવું નહીં કે તેમની તસવીરોનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવો નહીં. ચૂંટણી પંચે આમ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું હતું.

 40 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર