ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, મમતાના નજીકના ઓફિસરોની કરી બદલી

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના ગણાતા ચાર આઇપીએસ ઓફિસરોની બદલી કરી દીધી છે. ચૂંટણી પંચના આદેશ પ્રમાણે સીબીઆઈની વિરૂદ્ધ ધરણા દરમ્યાન દરેક સમયે મમતાની સાથે દેખાતા કોલકત્તાના પોલીસ કમિશ્નર અનુજ શર્માની પણ બદલી કરવામાં આવી છે.

કોલકાતા પોલીસ કમિશ્નર સિવાય સીએમ મમતા બેનર્જીના નજીકના વિદ્યાનગરના પોલીસ કમિશ્નરની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે. નટરાજન રમેશ બાબૂને નવા પોલીસ કમિશ્નર બનાવામાં આવ્યાં છે.

 53 ,  3