ચૂંટણી પંચ આકરા પાણીએ, 540 કરોડની સામગ્રી જપ્ત કરી

લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચે પોતાની તૈયારીઓને વધુ તેજ કરી છે. સાથે-સાથે રોકડ અને દારૂના દુરૂપયોગ પર પણ પગલા લેવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે આચારસંહિતા લાગુ થયા બાદથી પોતાની કાર્યવાહીની વિગતો જારી કરી છે.

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતમાંથી રોજેરોજ મોટા પ્રમાણમાં દારૂ પકડાઈ રહ્યો છે. જ્યાંથી સૌથી વધુ દારૂ પકડાયો છે તે રાજ્યોમાં ગુજરાતનો છઠ્ઠો ક્રમ આવે છે. 10મી માર્ચથી 25મી માર્ચ સુધીમાં ગુજરાતમાંથી 1.74 લાખ લીટર દારૂ ઝડપાયો છે. જેની આશરે કિં. રૂ. 4.77 કરોડની છે.

ગુજરાત સહિત જે ૫ રાજ્યોમાં દારૂ પકડાયો છે તેમા યુપીમાંથી રૂ. 22.55 કરોડ, કર્ણાટક 19.88 કરોડ, આંધ્ર 12 કરોડ, મહારાષ્ટ્ર રૂ. 9.71 કરોડ અને પ.બંગાળ રૂ. 5.24 કરોડનો સમાવેશ થાય છે. કુલ દેશભરમાંથી 89.64 કરોડ રૂપિયાનો દારૂ માત્ર ૧૬ દિવસમાં પકડાયો છે.

આ ઉપરાંત ચૂંટણી પંચે 540 કરોડ રૂ.ની વિવિધ ચીજો પણ જપ્ત કરી છે. જેમાં બીનહિસાબી રોકડ, દારૂ, ડ્રગ્સ, કિંમતી ધાતુ, ઉપહાર વગેરે. ગુજરાતમાંથી વિવિધ એજન્સીઓએ 6 કરોડ રૂ.ની મત્તા જપ્ત કરી છે. જેમાં રૂ. 1.23 કરોડ રોકડાનો સમાવેશ થાય છે. જે વસ્તુઓ જપ્ત થઈ છે તેમા 80 ટકા દારૂ છે.

આ સાથે રાજ્યમાં આચાર સંહિતાની કુલ 37 ફરિયાદો મળી છે, તે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 91,355 જાહેર ખબરોનાં પોસ્ટરો, બેનરો,દિવાલ પરનાં લખાણો, ધજા-પતાકા વગેરે જાહેર ઈમારતો પરથી દૂર કરવામાં આવ્યા છે.

આમ, સમગ્ર રાજ્યમાં કુલ 1,09,777 જાહેરખબરનાં બેનર્સ, હોર્ડિગ્સ, પોસ્ટર્સ, દિવાલ પરનાં લખાણો અને ધજા-પતાકાને વગેરે ખાનગી ઈમારતો દૂર કરવામાં આવ્યા છે. રાજ્યમાં તમામ જિલ્લાઓમાં વોટર હેલ્પલાઈન 1950 કાર્યરત છે, જેમાં અત્યારસુધીમાં કુલ 25,652 કોલ મળ્યા છે.

 115 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી