PM મોદીની બાયોપિક ચૂંટણી પહેલા રિલીઝ થશે કે નહીં તે હવે સેન્સર બોર્ડ લેશે નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પર ચાલી રહેલા વિવાદ પર ચૂંટણી પંચે રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. પંચે કહ્યું કે સેન્ટ્રCBFC આ મામલા પર અંતિમ નિર્ણય લેશે. ઉમંગ કુમારના ડાયરેક્શનમાં બનેલી બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ લોકસભા ચૂંટણીના પહેલા ચરણના મતદાનના એક સપ્તાહ પહેલા 5 એપ્રિલે રિલીઝ થવાની છે.

તો બીજી તરફ કોંગ્રેસ સહિત વિપક્ષ પાર્ટીઓ પીએમ મોદીના ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. તેમને આરોપ લગાવ્યો હતો કે, ફિલ્મની રિલીઝ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન હશે. જોકે, આ ફિલ્મ CBFCને મોકલવામાં આવશે કે નહીં તેની પર ચૂંટણી પંતે ઓફિશિયલ રીતે કંઈ સ્પષ્ટ નથી કર્યું.

 69 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી