ચુનાવી ઢંઢેરા- મહિલા મતદાતાઓ કે લિયે ખજાના ખુલ ગયા..!

મમતાદીદીએ ઘરદીઠ મહિલાઓને 500-1000 આપવાનું વચન આપ્યું

જયાઅમ્માની પાર્ટીએ કહ્યું- અમે 1500 રૂપિયા આપીશું….

બંગાળમાં ભાજપના પટારામાંથી હજુ કંઇ જાહેર થયું નથી..

વુમેન પાવર કેવો..અક્ષયને મહિલા બનવુ પડ્યુ લક્ષ્મીમાં..

કપિલ શર્માના શોમાં ક્રિષ્ણા સપના બનીને કરોડો કમાય છે..

તીર્થ સ્થોનાના રાજ્યના સીએમ તિરથને છી.. ફટી જિન્સ..? નો ચોલબે..

ટકાવારી વધતા ચૂંટણીઓમાં હવે મહિલા મતદાતાઓની પણ બોલબાલા..

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

ઉત્તરાખંડમાં હમણાં જ નેતૃત્વ પરિવર્તન થયું. સીએમ ત્રિવેન્દ્ર રાવતના સ્થાને તિરથ રાવતની વરણી થઇ. શપથગ્રહણ વગેરે. પણ થઇ ગયું. એક અંગ્રેજી અખબારે તિરથ રાવત માટે ડાર્ક હોર્સ એવો શબ્દપ્રયોગ કર્યો હતો. ડાર્ક હોર્સ એટલે એક એવો અશ્વ કે જેને રેસમાં છેક છેલ્લી ઘડીએ મેદાનમાં ઉતારવામાં આવે છે.. તે પહેલા તેના વિશે કોઇને જાણકારી ના હોય.. તિરથનું નામ નવા સીએમ તરીકે ક્યાંય ચર્ચામાં નહોતું. છેક છેલ્લી ઘડીએ તેમનું નામ જાહેર થયું અને નેતૃત્વ પરિવર્તન થઇ ગયું.

તિરથ રાવત સીએમ બન્યા તે પહેલા સાંસદપદે હતા. સિનિયર નેતા છે અને સાંસદ તરીકે તેમણે વિમાનમાં ઘણીવાર મુસાફરી કરી હશે. મહિલાઓના કપડાં તરફ તેમનું ધ્યાન નહોતું ગયું. પણ મુખ્યમંત્રી બન્યા બાદ એક વિમાન પ્રવાસમાં તેમની બાજુમાં બેઠેલી આધુનિક મહિલાના વસ્ત્રો અને ખાસ કરીને ફાટેલી જીન્સ અને ઘૂંટણેથી ફાટેલી જીન્સમાંથી બહાર દેખાતા બાળક સાથેની મહિલાના ખુલ્લાં ઘૂંટણાં જોઇને તેમને લાગ્યું કે જે મહિલા કે યુવતી ફાટેલી જીન્સ પહેરે છે તે પોતાના બાળકોને કેવા સંસ્કારો આપશે..?

સીએમ તિરથ રાવતને મહિલાઓ દ્વારા જવાબ આપવામાં આવી રહ્યો છે. અમિતાભ બચ્ચનની દૌહિત્રી નેવ્યા નેવેલ નંદાએ જવાબ આપ્યો છે. 9 એપ્રિલ 2021ના રોજ 57મા વર્ષમાં પ્રવેશ કરનાર સીએમ તિરથ રાવતને ફાટેલી જીન્સની કેમ નફરત છે અને સીએમ થયા પછી જ તેમને મહિલાઓની ફાટેલી જીન્સ કેમ નજરે પડી એ તો તેઓ જ જાણે પણ રાજકિય રીતે મહિલોનું યોગદાન-વુમેન પાવરની ઉપેક્ષા કરી શકાય તેમ નથી. .2011ની વસ્તી ગણતરી પ્રમાણ ભારતમાં 1000 પુરૂષની સામે 940 મહિલાઓની સંખ્યા હતી. 2019માં લોકસભા ચૂંટણીઓમાં ભાજપને મહિલાઓના મળેલા વધુ વોટ રાંધણ ગેસની મફત બાટલાની ઉજ્જવલા યોજનાને કારણે મળ્યા હતા..

બંગાળમાં અને તામિલનાડુમાં જાહેર થયેલા ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓને જ કેન્દ્રસ્થાને રાખીને વચનો અપાયા છે. કેવા વચનો…? તામિલનાડુમાં જયલલિતાની પાર્ટી એઆઇએડીએમકેના ઢંઢેરામાં વચન અપાયું કે જો ફરી સત્તા મળી તો દરેક ઘરમાં ગૃહીણીને દર મહિને 1500 રૂપિયા સરકાર ઘર ચલાવવા આપશે…! ગઇ ચૂંટણીમાં પ્રત્યેક મહિલાને લગ્નપ્રસંગે સોનાના મંગળસૂત્ર આપવાનું વચન અપાયુ હત્. ટીવી, મિક્સર, લેપટોપ વગેરે. મફતમાં આપવાના વચનોની લ્હાણી દક્ષિણના રાજ્યોમાંથી જ શરૂ થઇ છે. ગુજરાત હજુ લેપટોપથી આગળ વધ્યું નથી. મહિલાઓ માટે માત્ર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત છે.

તામિલનાડુના ઢંઢેરામાંથી કદાજ પ્રેરણા લઇને બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ ઢંઢેરામાં વચન આપ્યું કે જો ફરી સત્તા મળશે તો દરેક ઘરમાં ઘરની મુખ્ય મહિલાને 500 રૂપિયા અને જો દલિત-આદિવાસી મહિલા હશે તો 1000 રૂપિયા દર મહિને સરકાર આપશે.. ટીએમસીએ ચોક્કસ વર્ગની એટલે દલિત-આદિવાસી મહિલાઓને રૂ. 1000ની સાથે તમામ ઘરોમાં એક મહિલાને કમ સે કમ 500 રૂપિયા આપવાના વચનથી 80 ટકા ઘરોને તેનો લાભ મળી શક્શે, અલબત્તા, જો મમતાને ફરી સત્તા મળે તો…..! અને આ “તો” માટેનો કશ્મકશ જંગ બંગાળમાં ચાલી રહ્યો છે.

ભાજપનો બંગાળમાં હજુ ઢંઢેરો જાહેર થયો નથી. જો કે એમાં પણ મહિલાઓના મતો માટે આવા જ કોઇ મનલુભાવન વચનો હશે જ. કેમ કે બંગાળ કો સોનાર બાંગ્લા બનાવવા માટે ભાજપે બંગાળમાં પોતાના પૂરી તાકાત લગાવી દીધી છે મહિલા મુખ્યમંત્રી મમતાને પરાસ્ત કરવા માટે. મમતા ભલે મહિલા હોય પણ યુધ્ધમાં સામે કોણ છે એ જોવામાં આવતુ નથી.અને એવુ હોત તો મહાભારત જ ના થાત…!! બંગાળની ચૂંટણીઓમાં મમતાની આ 500 અને 1000 રૂપિયાની રોકડ સહાયની યોજના મહિલાઓના કેટલા મતો અપાવશે એ તો બીજી મેના રોજ બહાર આવશે. પણ બંગાળમાં પણ કુલ 7 કરોડ મતદારોમાંથી લગભગ 50 ટકા મતદારો મહિલાઓ છે. ટીએમસીએ કુલ 294 ઉમેદવારોમાંથી 50 ટિકિટો મહિલાઓને આપી છે. ભાજપની યાદીઓ હજુ તબક્કાવાર જાહેર થઇ રહી છે.

આંકડાકિય માહિતી જોઇએ તો ભારતમાં કુલ 89 કરોડ મતદારોમાંથી અડધોઅડધ 47 કરોડ મતદારો મહિલાઓ છે. 2019મી લોકસભા ચૂંટણીમાં પુરૂષ મતદાન અને મહિલા મતદાનની ટકાવારી વચ્ચે માંડ દોઢ ટકાનો જ ફર્ક હતો. જે દર્શાવે છે કે ભારતમાં મહિલાઓ દ્વારા મતદાન માટે ખૂબજ જાગૃતિ આવી રહી છે અને મહિલાઓ પણ લોકશાહીમાં પાવરફુલ બની રહી છે. સ્થાનિક ચૂંટણીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત છે પણ વિધાનસભા અને લોકસભામાં મહિલાઓ માટે હજુ 33 ટકા બેઠકો અનામત રાખવાનો કાયદો પસાર થયો નથી.

જો તેમ થાય તો ગુજરાતમાં 182 બેઠકોમાથી અંદાજે 60 બેઠકો પર મહિલા ઉમેદવારો જીતીને આવી શકે. હાલમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 25થી વધારે નથી. અને એ પણ ભાજપમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા કોંગ્રેસ કરતાં વધારે છે. કોંગ્રેસમાં તો સમ ખાવા પૂરતી એકાદ-બે મહિલા ધારાસભ્યો છે. 33 ટકા અનામતના અમલથી સંસદમાં 543 બેઠકોમાંથી લગભગ 180 બેઠકો પર મહિલા સાંસદો ચૂંટાઇને આવી શકે..!! સંસદમાં 33 ટકા મહિલા અનામતનો કાયદો વર્ષોથી પડતર છે. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલા અધિકારો પર ભાર મૂકાય છે પણ 33 ટકા અનામત માટે…? કદાજ 33 વર્ષ સુધી રાહ જોવી પડશે મહિલાઓએ…!? 33 ટકા અનામતનો કાયદો અમલમાં નહીં આવે એમ નથી. પણ રાજકિય રીતે જરૂર પડશે ત્યારે રાતોરાત અમલ થઇ જશે…યે માટી સભી કી કહાની કહેંગી..

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 33 ટકા અમલથી સંખ્યાંબંધ મહિલાઓ સરપંચો બની છે, મેયરો બની છે, તાલુકા-જિલ્લા પંચાયતના પ્રમુખો બની છે અને કેટલીક મહિલા પદાધિકારીઓ લોભ-લાલચમાં વીને લાંચ લેવાના ગુનામાં પણ સંડોવાઇ છે. મહિલા સરપંચો તો નાના પદ પર છે. પરંતુ ચંદા કોચરનું નામ તો સાંભળ્યુ જ હશે ને..? આઇસીઆઇસીઆઇ નામની ખાનગી બેંકના સર્વેસર્વા. કેવો દબદબો સરકારમાં હતો એ માટે બિઝનેસ અખબારોના પાના ઉથલાવવા પડે.

વિડિયોકોન નામની કંપનીના વેણુગોપાલ ધૂતને આપેલી અંદાજે 3 હજાર કરોડની લોન અને તેમાંથી 400 કરોડ પરત મળ્યા બાદ બાકીના 2600 કરોડ માંડવાળ-એનપીએ- કરી નાંખ્યા…! બદલામાં શું મળ્યું..? તેમના પતિ દિપક કોચરની કંપનીને વેણુગોપાલની કંપની તરફથી 64 કરોડ મળ્યાં. લાંચ રૂપે નહીં…આવા વ્યવહારો માટે લાંચ સભ્દ વપરાતો નથી. મદદ કરી કહેવાય….! ચંદા કોચરના પતિની નાનકડી નવી સવી કંપનીને 64 કરોડ વિડિયોકોન કંપની શું કામ આપે..? અને તપાસમાં ખૂલ્યું કે મામલા ગરબડ હૈ..! પરિણામ…? તેમના પતિ દિપક કોચર જેલમાં છે અને ચંદા કોચરનુ નામ મુખ્ય આરોપી તરીકે એફઆઇઆરમાં હોવા છતાં મહિનાઓ સુધી બહાર રહ્યાં પછી એક દિવસ, ધરપકડ થયા વગર જામીન મળી ગયા. .કાયદાની કોઇ છટકબારીનો લાભ મળી ગયો હશે.

ચંદાબેને ઘર ચલાવવા માટે આ એનપીએનો ખેલ નહીં કર્યો હોય. કેમ કે તેઓ પાવરફુલ વુમેન હતા.એક મોટા ખાનગી બેંકના સુપ્રિમો હતા. પણ પદનો દુરૂપયોગ કરવાના આરોપા લાગ્યા. અને બેંકની તથા પોતાના પૂરી ઇજ્જત મિટી મેં મિલાઇ દી. હશે. કેસ ચાલશે અને ગુણદોષના આધારે નિર્ણય લેવાશે. પણ સામાન્ય મહિલાઓને તો પોતાનું ઘર ચલાવવુ છે.બંગાળ અને તામિલનાડુની મહિલાઓ સહિત દેશની મહિલાઓની આવક કોચર જેટલી નથી.

બંગાળ અને તામિલનાડુની ગરીબ-પછાત-મધ્યમ વર્ગ-દલિત-આદિવાસી એમ તમામ મહિલાઓને મહિને 500-1000-1500 મળતાં હોય તો તો બંગાળમાં મહિલાઓ મમતાદીદીની અને તામિલનાડુમાં મહિલાઓ જયાઅમ્માની જય નહીં બોલાવે…? દેખના યે હૈ કી ભાજપા કે ચુનાવી પટારે સે બંગાલ કી મહિલાઓ કે લિયે ક્યા નિકલ કર આતા હૈ…?! ભાજપે મમતાદીદીથી એક ડગલુ આગળ રહેવુ હોય તો બંગાળમાં ઘરદીઠ એક મહિલાને કમ સે કમ 1500 તો બનતા હી હૈ….! પણ એક વાત તો નક્કી થઇ રહી છે કે દેશના રાજકારણમાં તમામ પક્ષો દ્વારા મહિલા મતદારોની હવે નોંધ લેવાઇ રહી છે અને ધી કપિલ શર્માના શોમાં ગોવિંદાના ભાણેજ ક્રિષ્ણાએ સપનાની ભૂમિકા નિભાવીને, મહિલા બનીને કરોડો કમાવ્યા બાદ હવે અક્ષયકુમારને પણ “લક્ષ્મી”માં મહિલા બનવુ પડ્યું..!! .આ છે વુમેન પાવર…!!

 27 ,  1