ચૂંટણી રેલીઓ રદ્દ કરી વડાપ્રધાને મોરચો સંભાળ્યો..

ઉપરાઉપરી બેઠકોનો દોર, ફટાફટ નિર્ણયો..પરિસ્થિતિની સમીક્ષા

વાયરસ સંક્રમણના કારણે બેકાબૂ બની રહેલી દેશની ભયાવહ સ્થિતિ, ચીમળાઈ રહેલી આરોગ્ય સેવા વ્યવસ્થા અને સારવાર માટે ઠોકરો ખાઈ રહેલા દર્દીઓની સ્થિતિ વચ્ચે શુક્રવારે અનેક મહત્વની બેઠકો યોજાઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે કોરોનાને અનુલક્ષીને અનેક મહત્વની બેઠકોની અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાન મોદીએ શુક્રવારે સવારે સૌથી પહેલા અધિકારીઓ સાથે દેશની પરિસ્થિતિ અંગે ચર્ચા કરીને વર્તમાન પરિસ્થિતિ જાણી હતી.

વડાપ્રધાને અધિકારીઓ પાસેથી તાજેતરમાં કયા પગલા ભરવામાં આવ્યા તેનો રિપોર્ટ મેળવ્યો હતો. સાથે જ ઓક્સિજન સંકટને લઈ ચર્ચા કરી હતી. અધિકારીઓ સાથેની મીટિંગ બાદ વડાપ્રધાને 10 રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.

વડાપ્રધાનની બેઠકોમાં, દેશમાં કોવિડની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે બેઠક, પ્રભાવિત રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા અને ઓક્સિજન મેન્યુફેક્ચરર્સ સાથે મહત્વની બેઠકનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની શુક્રવારની બેઠકમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ, ગુજરાત અને તમિલનાડુ- આ 10 રાજ્યના મુખ્યમંત્રીઓ સામેલ થયા હતા.

 81 ,  1