લોકસભામાં ચૂંટણી સુધારા બિલ પાસ, આધાર કાર્ડ સાથે જોડાશે ચૂંટણી કાર્ડ

મતદાન યાદીમાં પુનરાવર્તન ટાળવા અને નકલી મતદાન રોકવા માટે બીલ લવાયું 

ચૂંટણી સુધારથી સંબંધિત બિલ એટલે કે ચૂંટણી કાયદો (સુધારા) બિલ, 2021 ને લોકસભાની મંજૂરી મળી ગઈ છે. આ બિલમાં વોટર કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની જોગવાઈ કરવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, એઆઈએમઆઈએમ, આરએસપી, બસપા જેવી પાર્ટીઓએ આ બિલ રજૂ કરવાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે બિલને વિચાર માટે સંસદની સ્થાયી સમિતિને મોકલવાની માંગ કરી હતી. 

લોકસભામાં કાયદા મંત્રી કિરણ રિજિજૂએ ચૂંટણી કાયદો (સુધારા) બિલ, 2021 રજૂ કર્યુ. તેના માધ્યમથી જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં સંશોધન કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. વિપક્ષી સભ્યોની આશંકાઓને નિરાધાર ગણાવતા રિજિજૂએ કહ્યુ કે, સભ્યોએ તેનો વિરોધ કરવા માટે જે તર્ક આપ્યા છે, તે સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ છે. આ સર્વોચ્ચ કોર્ટના નિર્ણયને અનુરૂપ છે. 

કાયદા મંત્રી કિરણ રિજ્જુએ આ બીલને લોકસભામાં રજૂ કર્યું હતું. બીલ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ શશી થરુરે કહ્યું કે આધાર 12 આંકડાવાળો ઓળખ નંબર છે જેમાં લોકોની બાયોમેટ્રીક અને વસતી માહિતી સામેલ છે. આધાર ફક્ત નિવાસનો પુરાવો હોવો જોઈએ, આ નાગરિકતાનો પુરાવો ન હોઈ શકે. જો તમે વોટર્સ પાસેથી આધાર માંગી રહ્યાં હોવ તો તમને એક દસ્તાવેજ મળશે જે નાગરિકતા નહીં પણ તેનો નિવાસ દર્શાવે છે. આવું કરીને તમે ગેર નાગરિકોને પણ મતદાનનો અધિકાર આપી રહ્યાં છો. 

‎તૃણમૂલના સાંસદ કલ્યાણ બેનર્જી બોલવા ઊભા થતાં જ સત્તાધારી પક્ષના સાંસદોએ બૂમો પાડવાનું શરૂ કરી દીધી હતી. બેનર્જીએ કહ્યું કે આ એક વિધેયક છે જેણે સમગ્ર લોકશાહીને નષ્ટ કરી દીધી છે. આ વિધેયક પર ચર્ચા કરવાની જરૂર છે. દરમિયાન, સત્તાધારી સાંસદ બાંગ્લાદેશીના સમર્થક છે… તેણે કહ્યું અને બૂમો પાડવા લાગ્યો.‎

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી