ગુજરાતમાં 11 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે

ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાનું આયોજન

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થશે. રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 1 હજાર ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થશે. ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી પૂર્ણ કરી. 

મહત્વનું છે કે, કોંગ્રેસે માંગ કરી હતી કે ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી થાય ત્યારે ચૂંટણી પંચ EVMની અછતના કારણે તે રીતે જ મતદાન યોજશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે EVM મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે અને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારનું આયોજન હાથ ધરી દેવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારી પત્ર ભરી શકાશે.

  • ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર
  • ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે
  • નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થશે
  • રાજ્યની ૧૦ હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે
  • ૧૦૦૦ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે
  • બેલેટ પેપરથી ચૂંટણીમાં મતદાન થશે
  • અપૂરતા ઈવીએમને કારણે બેલેટ પેપરથી મતદાન થશે
  • ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી પુર્ણ કરી

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી