ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ 10 મીથી નેતાઓની ઉડા-ઉડ

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. ઉમેદવારી પત્ર ચકાસવાનું કામ પૂર્ણ થયા બાદ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ પૂર્ણ થતાજ 10 એપ્રિલથી ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. 10મીએ તેઓ બે જાહેર સભાઓનું સંબોધન કરશે.

જયારે કોંગ્રેસના નેતાઓ પણ તે પછી 14 એપ્રિલથી ગુજરાતમાં ચૂં ટણી પ્રચાર શરુ કરશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવશે. આ ઉપરાંત સપા-બસપાના નેતાઓમાં માયાવતી અને અખિલેશ યાદવ પર ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે.

 88 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી