પંજાબમાં ચૂંટણી પેલા હરભજન સિંહ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો તેજ…..

રાજકીય પીચ પર ‘ભજ્જી’ ફેંકશે ગુગલી, સિદ્ધુનો ઇશારો

ઉત્તરપ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેના પગલે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે ભારતના સ્ટાર ક્રિકેટર હરભજન સિંહ કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. સિદ્ધુએ ક્રિકેટર સાથેની એક તસવીર ટ્વીટ કરી છે જેને લઇને આ ચર્ચાએ જોર પકડ્યું છે.

શક્યતાઓથી ભરેલી તસવીર – સિદ્ધુ
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં સિદ્ધુ અને હરભજન બંને એકસાથે હસતા ઉભા છે. સિદ્ધુએ ટ્વીટમાં લખ્યું, ‘શાઇનિંગ સ્ટાર ભજ્જી સાથે. આ ફોટો અનેક શક્યતાઓથી ભરેલો છે.

સિદ્ધુના ટ્વીટ પર હરભજનનું મૌન
સિદ્ધુના આ ટ્વીટથી રાજ્યમાં નવી ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. એવું માનવામાં આવે છે કે આગામી થોડા દિવસોમાં હરભજન આ અંગે કોઈ જાહેરાત કરી શકે છે. જોકે, હાલમાં તેમણે સિદ્ધુના ટ્વીટ પર મૌન સેવી લીધું છે.

પંજાબમાં આવતા વર્ષે યોજાશે ચૂંટણી
તમને જણાવી દઈએ કે પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ (Congress),શિરોમણી અકાલી દળ (SAD), બીજેપી અને આમ આદમી પાર્ટી ત્રણેય જોર લગાવી રહી છે. કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ ચરણજીત સિંહ ચન્ની હાલમાં પંજાબમાં કોંગ્રેસ સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. તો બીજી તરફ, છેલ્લા 5 વર્ષથી સત્તાથી બહાર, SAD એ BSP સાથે ગઠબંધન કર્યું છે. તો આ તરફ ભાજપ અને કેપ્ટન અમરિંદરની પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનની શક્યતાઓ શોધી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી હાલમાં ચૂંટણી મેદાનમાં એકલી છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી