યુપીમાં ચૂંટણી પેલા ITનો ધમધમાટ, સપા નેતા ITની ઝપેટમાં

પૂર્વ મુખ્યમંત્રીના ખાસ વિશ્વાસુ મંત્રીને ત્યાં દરોડા

ઉત્તર પ્રદેશ – પંજાબ સહિત આગામી વર્ષે 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યાં ચૂંટણી પેલા યુપીમા મઉ ખાતે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ રાજીવ રાયના ઘરે ઈન્કમ ટેક્સ વિભાગે શનિવારે સવારના સમયે દરોડો પાડ્યો છે. સવારના 7:00 વાગ્યાથી તેમના ઘરે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ વારાણસીથી મઉ પહોંચી હતી. આ દરમિયાન સપાના કાર્યકરોએ બરાબરનો હંગામો કર્યો હતો. હંગામાના કારણે તે સ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે. દરોડાની કાર્યવાહી દરમિયાન સપાના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રાયને તેમના ઘરમાં જ નજરકેદ કરી દેવામાં આવ્યા છે.

સવારે આશરે 7:00 કલાકે ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ શહેર કોતવાલીના સહાદતપુરા ખાતે રાજીવ રાયના ઘરે પહોંચી હતી. સપાના કાર્યકરોને આ અંગે અણસાર આવતાં જ તેઓ રાજીવ રાયના ઘરની બહાર એકઠાં થવા લાગ્યા હતા અને બરાબરનો હોબાળો કર્યો હતો. ત્યાર બાદ ત્યાં પોલીસ બોલાવવામાં આવી હતી.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી