નવા વર્ષે ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા, ચૂંટણી પંચનો ઇશારો

ચૂંટણી પંચ પંજાબથી શરૂ કરશે પ્રવાસ

યુપી અને પંજાબ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઈને હલચલ તેજ બની છે. ત્યારે જાન્યુઆરીમાં ચૂંટણીઓ યોજાય તેવા સંકેતો ચૂંટણી પંચે આપ્યા છે. આવતીકાલે એટલે કે 15 ડિસેમ્બરથી ચૂંટણી પંચ પંજાબથી પ્રવાસ શરુ કરી રહ્યું છે. ચૂંટણી પંચની ટીમ 15 અને 16 તારીખે પંજાબમાં રહેશે અને ચૂંટણીની સમિક્ષા કરશે. 

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા, ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડની ઉપરાંત ચૂંટણી પંચના બીજા અધિકારીઓ પંજાબની મુલાકાત લેશે. ટીમ પંજાબના તમામ અધિકારીઓને મળશે અને રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. 

ચૂંટણી પંચની ટીમ ડિસેમ્બરના અંતમાં યુપીનો પ્રવાસ રશે અને યુપીના તમામ અધિકારીઓની મળીને ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. યુપીમાં ઘણા તબક્કામાં મતદાન કરશે અને આ વખતે પણ વધારે તબક્કામાં મતદાનની જાહેરાત થવાની શક્યતા છે. 

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યાનુસાર જાન્યુઆરી 2022 માં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં મતદાન અને મતગણતરીની તારીખ જાહેર થઈ શકે છે. ચૂંટણી પ્રક્રિયાની શરુઆત જાન્યુઆરી મહિનામાં શરુ થઈ શકે છે. 

અત્રે જણાવવાનું કે આગામી વર્ષની શરૂઆતમાં 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગોવા, પંજાબ અને મણિપુરમાં ચૂંટણી યોજાશે. પંજાબ સિવાયના તમામ રાજ્યોમાં ભાજપની સરકાર છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી