ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ : કોણ બનશે સરપંચ આજે નક્કી થશે…

રાજ્યની 8684 ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ

રાજ્યમાં 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે ગઈ કાલે ચૂંટણી યોજાઈ હતી જેમાં સરેરાશ 75 ટકાની આસપાસ ઉંચુ મતદાન નોંધાયું હતું. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સરપંચ પદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. આમ તો પાર્ટીના સિમ્બોલ પર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નથી લડાતી, પરંતુ ચૂંટણીના પરિણામો બાદ રાજકીય પક્ષોને પણ ક્યાં કેટલું સમર્થન મળ્યું તેનો ખ્યાલ આવી જશે.

રાજ્યમાં સરેરાશ જો મતદાનની ટકાવારીની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 74.70 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સરેરાશ 75.1 ટકા મતદાન છે. દક્ષિણ ગુજરાતમાં 57 ટકા મતદાન થયું છે, તો સૌરાષ્ટ્રમાં સરેરાશ 70 ટકા જયારે કચ્છમાં 73.98 ટકા મતદાન જ્યારે મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન થયું છે. સરપંચ પદ માટે 27 હજાર 200 ઉમેદવારો અને 53 હજાર 507 સભ્ય પદ માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ છે.જ્યારે 1167 ગ્રામ પંચાયતો સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર કરવામાં આવી છે.

રાજકોટના વીરપુરમાં મતદાન કરવા આવેલો એક મતદાર અંદર મોબાઇલ લઈ જવાની જીદ કરી રહ્યો હતો. પરંતુ ફરજ પર હાજર કોન્સ્ટેબલે તેણે રોકતા ઉગ્ર બની ગયો હતો. થોડી બોલાચાલી બાદ મતદાર અને કોન્સ્ટેબલ વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હતી. સમગ્ર મામલે મતદાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસને ફરજ પડી હતી.

અરવલ્લીના મોડોસમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં બબાલ સામે આવી હતી બડોદરમાં ચૂંટણી પ્રક્રિયામાં સિક્કા ન વાગતા હોવાની ફરિયાદ ઉઠતા બબાલ થઈ હતી. ઉમેદવાર-સમર્થકોની રજૂઆત ન સાંભળ્યાનો ગ્રામજનો આક્ષેપ કર્યો તો ગ્રામજનોનું ટોળું મોટુ હોવાથી વધુ પોલીસ બોલાવવા ફરજ પડી હતી જેમાં પોલીસે બળપ્રયોગ કરી લાઠીચાર્જ કર્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કર્યો હતો.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી