Elon Muskએ રોકેટની સ્પીડે એક જ દિવસે કમાયા 45 હજાર કરોડ

મુકેશ અંબાણી TOP-10માંથી OUT

વિશ્વના સૌથી ધનિક અબજોપતિ અને ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ઇન્કના સીઇઓ એલોન મસ્કની કમાણીમાં સતત વધારો થઇ રહ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, એલોન મસ્કની સંપત્તિ 6.06 અબજ ડોલર વધીને 236 અબજ ડોલર થઈ છે. હવે તે આ બાબતમાં એમેઝોનના જેફ બેઝોસથી ઘણા આગળ નીકળી ગયા છે. એલોન મસ્કની સંપત્તિમાં એક વર્ષમાં 66.5 અબજ ડોલરનો વધારો થયો છે. તે જ સમયે, મુકેશ અંબાણી ટોપ -10 માંથી બહાર થઈ ગયા છે. ભારત અને એશિયાના સૌથી ધનિક અબજોપતિ મુકેશ અંબાણીએ તાજેતરમાં ટોપ 10 માં સામેલ થઈને વોરેન બફેટને પાછળ છોડી દીધા છે. અંબાણી 102 અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં 11 મા ક્રમે છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 25.2 અબજ ડોલરનો વધારો થયો છે. વોરેન બફેટે ફરી 103 અબજ ડોલરની સંપત્તિ સાથે ટોપ 10 માં પહોંચી ગયા છે.

ટેસ્લાના શેર શુક્રવારે 8 મહિનાની સાઉથી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ટેસ્લાના શેર શુક્રવારે 3 ટકાથી વધુ વધ્યા હતા. તે આ સપ્તાહે એકંદરે 7.3 ટકા વધ્યો છે. જેફરીઝના વિશ્લેષક ફિલિપ હૌકોઇસે ટેસ્લાના ભાવ લક્ષ્ય અને કમાણીની આગાહીમાં વધારો કર્યો છે. તેમનું કહેવું છે કે ચીનમાં ઇલેક્ટ્રિક વાહનોની ચિંતા હવે પૂરી થઈ ગઈ છે. સતત 8 મા સપ્તાહમાં તે નોનસ્ટૉપ ચાલી હતી. અગાઉ ફેબ્રુઆરી 2020 માં, ટેસ્લાના શેરમાં સતત 12 અઠવાડિયા સુધી સાપ્તાહિક તેજી ચાલી હતી.

મુકેશ અંબાણી ટોપ 10 માંથી બહાર
ભારત અને એશિયાના સૌથી મોટા ધનિક મુકેશ અંબાણી વિશ્વના ટોચના 10 ધનિકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અમેરિકાના ઇનવવેસ્ટર વોરેન બફેટે ફરી એક વખત તેમને પાછળ છોડી દીધા છે. અંબાણી 102 અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં 11 મા ક્રમે છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 25.2 અબજ ડોલરનો વધારો થયો છે. વોરેન ફરી 103 અબજ ડોલરની સંપત્તિ સાથે ટોપ 10 માં પહોંચી ગયા છે.

અદાણી 13 માં નંબરે છે
અદાણી ગ્રુપનાં ચેરમેન ગૌતમ અદાણી 77.7 અબજ ડોલરની નેટવર્થ સાથે આ લિસ્ટમઆ 13 માં નંબરે છે. અંબાણી બાદ ભારત અને એશિયાના સૌથી ધનવાન માણસ બની ગયા છે. આ બંને ધનીકો વચ્ચે દુનિયાની સૌથી અમિર મહિલા Francoise Bettencourt Meyers 12 માં સ્થાને છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 44 અબજ ડોલરનો વધારો થયો હતો.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી