મધ્યપ્રદેશમાં શર્મનાક ઘટના, પાર્ટીના બહાને મહિલા કોન્સ્ટેબલ પર ગેંગરેપ, બેની ધરપકડ

દેશમાં સામાન્ય મહિલાઓ જ નહીં મહિલા પોલીસકર્મી પણ નથી સુરક્ષિત

દેશમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર તમામ હદ પાર કરી છે. સામાન્ય મહિલાઓ જ નહીં પોલીસકર્મી મહિલાઓ પણ સલામત નથી. સબ સલામતના દાવા સરકારના પોકળ સાબિત થઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે. જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશનની એક મહિલા કોન્સ્ટેબલે 5 લોકો સામે ગેંગરેપનો આરોપ લગાવ્યો છે. મહિલા કોન્સ્ટેબલ અગાઉ જિલ્લામાં તૈનાત છે અને તે મૂળ નીમચ જિલ્લાની છે. મહિલા કોન્સ્ટેબલની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ પણ કરી છે. પીડિત મહિલા કોન્સ્ટેબલ હાલમાં ઈન્દોરમાં પોતાની ફરજ બજાવી રહી છે.

નીમચ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશન પ્રભારીએ જણાવ્યું કે છેલ્લા 5 મહિના પહેલા એક મહિલા કોન્સ્ટેબલે સોશિયલ મીડિયા દ્વારા પવન નામના યુવક સાથે મિત્રતા કરી હતી. તે પછી વાતચીત આગળ વધી. એક દિવસ પવને જન્મદિવસની પાર્ટી માટે લેડી કોન્સ્ટેબલને આમંત્રણ આપ્યું. જ્યાં પવન સહિત તેના અન્ય આરોપીઓ સાથે મળીને મહિલા સાથે સામુહિક બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો. આ દરમિયાન, મહિલા કોન્સ્ટેબલની ફરિયાદ પર, પવન અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવી રહ્યો છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

પવને બોલાવતા મહિલા કોન્સ્ટેબલ જન્મદિવસની પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન પવન અને તેના સાથીઓએ તેની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. આ કેસમાં કુલ પાંચ લોકોને આરોપીની સંડોવણી હોવાનું સામે આવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

 96 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી