IPL 2021ની ફાઈનલમાં મેદાન પર સર્જાયા ભાવુક દ્રશ્યો

જ્યારે ધોની પત્ની અને દીકરીને ભેટી પડ્યો, હમ જીત ગયે…

IPL 2021 નું ટાઇટલ ચેન્નાઇ સુપર કિંગ્સ જીતી ગયું છે. મહેન્દ્ર સિંહ ધોનીની પ્રભાવશાળી કેપ્ટન્સીએ ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. એકવાર કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ અટકી ગઈ હોય તેવું લાગ્યું, પછી મહેન્દ્ર સિંહ ધોનીના ઘણા નિર્ણયોએ મેચનો આખો પાસા ફેરવી દીધો. આઈપીએલ ખિતાબ જીત્યા બાદ, એમએસ ધોનીએ તેના પરિવાર સાથે વિજયની ઉજવણી કરી.

મેચ પૂરી થયા બાદ તમામ ખેલાડીઓનો પરિવાર મેદાન પર આવી ગયો હતો, મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા ધોની પણ મેદાન પર આવ્યા હતા. એમએસ ધોનીએ પહેલા પોતાના પરિવારને ગળે લગાવ્યો અને જીવા સાથે વાત કરી, તેવી જ રીતે એમએસ ધોનીએ આ ઉજવણી પોતાના પરિવાર સાથે કરી.

દશેરાના દિવસે ચેન્નાઇ સુપર કિંગ્સે શુક્રવારે IPL 2021ની ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનથી હરાવીને ચોથી વખત ઇન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો હતો.

ચેન્નાઈને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને દશેરાંના દિવસે ઘોડું દોડતાં ચેન્નાઇએ ફાફ ડુ પ્લેસિસ દ્વારા 86 અને અન્ય ટોચના ક્રમના બેટ્સમેનોના ઉપયોગી યોગદાનથી ત્રણ વિકેટે 192 રન બનાવ્યા .

જવાબમાં, KKR એ શુભમન ગિલ (51) અને વેંકટેશ અય્યર (50) દ્વારા પ્રથમ વિકેટ માટે 91 રન ઉમેરીને સારી શરૂઆત કરી હતી, પરંતુ તેમની ટીમ અંતે 165 રન જ બનાવી શકી હતી.

ચેન્નાઈની ટીમ એક પરિવાર જેવી છે. ખેલાડીઓના બાળકો મેદાન પર દોડી ગયા હતા અને જીતની ખુશી મનાવી હતી સાથે ઝિવા સહિતના બાળકો પણ ઉજવણીમાં સામેલ થયા હતા.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી