Video : સુશાસન બાબુના રાજમાં દારૂ પહોંચ્યો વિધાનસભા સંકુલ સુધી…

દારૂબંધી નીતિ બાદ નીતિશ કુમાર ભારે મુશ્કેલીમાં, આપ્યા તપાસના આદેશ

બિહાર વિધાનસભા પરિસરમાં દારુની ખાલી બોટલો મળતા મામલો ગરમાયો છે. આ મુદ્દે હવે મોટી રાજનીતિ શરુ થઈ છે. પૂર્વ ડેપ્યુટી સીએમ અને આરજેડી ધારાસભ્ય તેજસ્વી યાદવે સીએમ નીતિશ કુમારના રાજીનામાની માગ કરી છે. તેમણે કહ્યું કે વિધાનસભા પરિસરમાં દારુની ખાલી બોટલો મળતા મુખ્યમંત્રીએ રાજીનામુ આપી દેવું જોઈએ.

તેજસ્વી યાદવે લખ્યું કે કડક સુરક્ષાની વચ્ચે ચાલુ વિધાનસભામાં દારુની બોટલો મળે છે તો પછી બાકીના બિહારની કલ્પના કરો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ હવે રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે કહ્યું કે આ ઘણો ગંભીર મામલો છે. આખા બિહારમાં દારુ મળી રહ્યો છે રાજ્યમાં સંપૂર્ણ દારુબંધી હોવી જોઈએ. તેજસ્વીએ આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો અને જણાવ્યું કે સીએેમ નીતિશે હવે હોદ્દા પર રહેવાનો કોઈ અધિકાર નથી. 

બિહાર વિધાનસભાના શિયાળુ સત્રનો આજે બીજો દિવસ છે. પરંતુ ગૃહની કાર્યવાહી શરુ થતા પહેલા રાજકીય ગરમાવો આવ્યો છે. દારુબંધીના મુદ્દે વિધાનસભામાં બે ધારાસભ્યો બાખડ્યાં હતા. આરજેડી ધારાસભ્ય ભાઈ વિરેન્દ્ર અને ભાજપ ધારાસભ્ય સંજય સરાગવીની વચ્ચે જોરદાર ચડસાચડસી થઈ હતી. 

બોટલો મળી આવતા સરકાર એક્શનમાં, ડીજીપી અને ગૃહ સચિવ તપાસ કરશે

બિહારમાં દારૂબંધીના કડક અમલ માટે સરકાર એક્શનમાં છે. દરમિયાન વિધાનસભા પરિસરમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. જે બાદ તેના પર રાજકારણ તેજ થઈ ગયું છે. વિરોધી પરિસરમાં બોટલ મળી આવ્યા બાદ હુમલાખોર છે. તો બીજી તરફ નીતિશ કુમારે ગંભીરતાથી લઇ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી