છત્તીસગઢઃ સુકમામાં સુરક્ષાદળોને મોટી સફળતા, અથડામણમાં 4 નક્સલવાદી ઠાર

છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુકમા જિલ્લાના જાગરગુંડામાં નક્સલવાદીઓ સાથે સર્જાયેલી અથડામણમાં 4 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. અને મોટી સંખ્યામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યાં છે. આ અથડામણ સુક્મા જિલ્લામાં બીમાપુરમથી એક કિલોમીટર દૂર સર્જાઇ હતી.

માર્યા ગયેલાં નક્સલવાદીઓ માઓવાદીઓના ગણવેશમાં હતાં. તેમની પાસેથી 1 ઇન્સાસ રાઇફલ અને 2 થ્રી નોટ થ્રી રાઇફલ જપ્ત કરવામાં આવી છે. હજુ પણ આ વિસ્તારમાં નક્સલીઓ છુપાયા હોવાની આશંકાને લઇ સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં પણ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષાબળોએ ઓપરેશન પ્રહારમાં 9 નક્સલવાદીઓ ઠાર મરાયા હતા, આ દરમિયાન 2 પોલીસ જવાન પણ શહીદ થયા હતા.

 103 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી