કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, ટોપ લશ્કર કમાન્ડર અલી સહિત 5 આતંકી ઠાર

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અત્યાર સુધી પાંચ આતંકીઓનો ખાત્મો કરાયો છે. છેલ્લા 24 કલાકમાં ચાર સ્થળો પર આતંકી અથડામણ સર્જાઇ હતી. પહેલા બાંદીપોરામાં અથડામણ દરમિયાન લશ્કર-એ-તૈયબાના બે આતંકી ઠાર મરાયાં છે. જેમાં લશ્કરનો ટોપ કમાન્ડર અલી પણ સામેલ છે. આ જ રીતે બારામુલા જિલ્લામાં ગુરુવારે સર્જાયેલી અથડામણમાં બે આતંકવાદીને ઠાર કરાયા હતા. તો બીજી તરફ આ અથડામણ દરમિયાન એક અધિકારી સહિત છ જવાનો પણ ઘાયલ થયા છે.

બારામુલામાં સેનાના સર્ચ ઓપરેશન દરમયિના આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. તેની થોડી મિનિટો બાદ સોપોરમાં પણ આતંકવાદીઓએ CRPFના એક કેમ્પ પર હુમલો કર્યો હતો. જો કે સદ્ નસીબે આ હુમલામાં કોઈ જાનહાનિ નહોતી સર્જાઇ. હુમલા પછી સમગ્ર વિસ્તારમાં સેના દ્વારા સુરક્ષા વધારવામાં આવી છે.

હજુ પણ આતંકીઓ છુપાયા હોવાની આશંકાને લઇ સેના દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

 133 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી