Test: આયરલેન્ડ સામે ઇંગ્લેન્ડના બેટ્સમેનો ઘૂંટણિયે પડ્યા, 85 રનમાં ઓલઆઉટ

આયર્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં લોર્ડ્સ ખાતે પ્રથમ દિવસે ઇંગ્લેન્ડની ટીમ 85 રનમાં ઓલઆઉટ થઇ હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. 7 રનના સ્કોરમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. તેમની શરૂઆત સારી ન રહી હતી.

જેસન રોય ડેબ્યુ પર 5 રનમાં આઉટ થયો હતો. તેના પછી જોઈ ડેનલી અને રોરી બર્નસે બીજી વિકેટ માટે 28 રનની ભાગીદારી કરી હતી. જોકે 36 રને બીજી વિકેટ ગુમાવ્યા પછી ઇંગ્લેન્ડનો ધબડકો થયો હતો.

લોર્ડ્સમાં ફાસ્ટ બોલરોને મદદરુપ પિચનો સૌથી વધારે ફાયદો 37 વર્ષીય બોલર ટીમ મર્ટાએ ઉઠાવ્યો હતો. જેણે ઇંગ્લેન્ડના 5 ખેલાડીઓને આઉટ કર્યા હતા.

ઇંગ્લેન્ડની ટીમ 142 બોલ રમી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઘરેલું મેદાનમાં ઇંગ્લેન્ડની સૌથી નાની ઇનિંગ્સ છે. આ પહેલા 1995માં ઇંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે 180 બોલ રમીને ઓલઆઉટ થઈ હતી.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી