નર્મદા કેનાલની પુલ ઉપર એંગ્લો તુટી જતા ક્યારેક નિર્દોષ વ્યક્તિઓ મોતને ભેટે તેવી દહેશત..

દહેગામ તાલુકાના હરસોલીથી કડાદરા જવાના મુખ્ય માર્ગ ઉપર નર્મદા કેનાલ ઉપર કેનાલની એક સાઈડની લોખંડની પાળ તુટી જતા ક્યારેક નીર્દોષ વ્યક્તિઓનો ભોગ લેવાશે તેમ છતા તંત્ર દ્વારા કોઈ તકેદારીના પગલા ભરવામા આવતા નથી

ગાંધીનગર જિલ્લાના દહેગામથી કડાદરા જવાના મુખ્ય માર્ગ ઉપર ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા કેનાલ આવેલી છે અને હરસોલીથી સહેજ આગળ નર્મદા કેનાલના પુલ ઉપર જે નીગમ દ્વારા લોખંડના સળીયા નાખીને લોંખડની પાળ બનાવવામા આવી છે તે પાળ ઘણા સમયથી તુટી જવા પામી છે. અને એ જગ્યા ઉપર દરરોજના અસંખ્ય વાહન ચાલકો અને રાહદારીઓ પસાર થાય છે. અને આ મુખ્ય માર્ગ હોવાથી આવતા જતા લોકો આ જોતા તંત્રની વધી રહેલી બેદરકારીથી ક્યારેક નિર્દોષ વ્યક્તિઓ મોતને ભેટી પડે તેવી પરીસ્થિતીનુ નીર્માણ થવા પામ્યુ છે.

નર્મદા કેનાલના અધિકારીઓ અહીયાથી પસાર થતા હોવા છતા તો આ બાબતે કેમ ભીનુ સંકેલે છે તેવુ લોકો કહી રહ્યા છે. અને આ કેનાલના પુલ ઉપર બંને સાઈડોની પાળ તુટી જવા પામી છે. તેથી જો કોઈ અકસ્માત થશે તો ભારે મોતનો માતમ ખેલાશે તો તેની જવાબદારી નર્મદા નીગમની રહેશે તેવુ લોકો જણાવી રહ્યા છે. કારણ કે તંત્રને વારંવાર રજુઆતો કરવા છતા આજ દીન સુધી કોઈ તકેદારીના પગલા ભરવામા આવ્યા નથી તેથી આ વિસ્તારના રહીશોની રજુઆત થવા પામી છે કે આ પુલ ઉપરથી દરરોજ અસંખ્ય લોકોની અવરજવર હોવાથી આ સ્થળે નજર કરતા નાના બાળકો પણ આ જોઈને ગભરાઈ જાય તેવી પરીસ્થિતીનુ નીર્માણ થવા પામ્યુ છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી