September 23, 2021
September 23, 2021

ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમનો કેપ્ટન જો રૂટ ટેસ્ટ ક્રિકેટનો બન્યો ‘કિંગ’

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સ નંબર વન સ્થાન યથાવત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ આવતીકાલે એટલે કે ગુરુવારથી શરૂ થઈ રહી છે. તે અગાઉ ICCએ નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને નવી રેન્કિંગમાં મોટો ફાયદો મળ્યો છે. ભારત સામે સતત ત્રણેય ટેસ્ટમાં સદી ફટકારનાર રૂટ હવે ટેસ્ટ ક્રિકેટનો બાદશાહ બની ગયો છે. જો રૂટે બેટ્સમેનોની રેન્કિંગમાં કેન વિલિયમસનને પછાડીને ટોચનું સ્થાન મેળવ્યું છે. રૂટ છ વર્ષ બાદ ટેસ્ટમાં નંબર વન બેટ્સમેન બન્યો છે.

જ્યારે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બેટ્સમેનોની રેન્કિંગમાં એક સ્થાન આગળ સરકી ગયો છે. જ્યારે સાથી ખેલાડી અને ઓપનર રોહિત શર્માએ તેને પાછળ છોડી દીધો છે. રોહિત શર્મા હવે પાંચમા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે કોહલી છઠ્ઠા સ્થાને સરકી ગયો છે. જો રૂટ, કેન વિલિયમસન, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન અને રોહિત શર્મા ટોચના પાંચ સ્થાને છે.

ઇંગ્લેન્ડના અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ફરી એકવાર ટોચના પાંચમાં પહોંચી ગયા છે, જ્યારે ભારતીય બોલર જસપ્રીત બુમરાહ પણ ટોપ 10 માં પરત ફર્યો છે. આ સિવાય, ટોપ ફોરમાં કોઈ ફેરફાર થયો નથી અને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સ હજુ પણ નંબર વન બોલર છે. ભારતીય સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન પણ બીજા સ્થાને યથાવત છે.

 53 ,  1