September 26, 2022
September 26, 2022

WC-2019: ન્યૂઝીલેન્ડને 119 રને હરાવીને ઇંગ્લેન્ડનો 27 વર્ષ બાદ સેમિફાઇનલમાં પ્રવેશ

વર્લ્ડ કપની 41મી મેચમાં ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને રને હરાવ્યું હતું. આ સાથે જ ઇંગ્લેન્ડે 27 વર્ષે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડનું સ્થાન પણ ચોથી ટીમ તરીકે નક્કી છે. પાકિસ્તાનની બાંગ્લાદેશ સામે બીજી બેટિંગ આવે તો તે કોઈ પણ ભાવે સેમિફાઇનલમાં પહોંચી શકે તેમ નથી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે જોની બેયરસ્ટોની સદીની મદદથી 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 305 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 45 ઓવરમાં 186 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઈંગ્લેન્ડની ટીમ 1992 બાદ વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચી છે. ઈંગ્લેન્ડ 1983ના વિશ્વકપ બાદ ન્યૂઝીલેન્ડને હરાવવામાં સફળતા મેળવી છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી