September 25, 2020
September 25, 2020

Eng vs Pak : ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ, 10 વર્ષથી પાક. સામે સીરિઝ જીત્યું નથી

કોરોના વાઇરસની મહામારીની વચ્ચે વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટ શ્રેણી રમ્યા બાદ ઇંગ્લેન્ડ હવે પોતાના જ ઘરઆંગણે પાકિસ્તાન સામે બીજી ટેસ્ટ શ્રેણી રમશે. ઇંગ્લેન્ડની ટીમ 10 વર્ષથી પોતાના ઘરઆંગણે પાકિસ્તાન સામે ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. જોકે છેલ્લા છ વર્ષથી ઇંગ્લેન્ડ પોતાના ઘરઆંગણે એક પણ ટેસ્ટ શ્રેણી હાર્યું પણ નથી. ઇંગ્લેન્ડ છેલ્લે 2010ના જુલાઈમાં પાકિસ્તાન સામે 3-1થી ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી જીત્યું હતું.

છેલ્લા 10 વર્ષમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી ચાર ટેસ્ટ શ્રેણી રમાઈ છે. તેમાંથી 2012 તથા 2015મા પાકિસ્તાને યુએઇમાં બે સિરીઝ જીતી હતી. 2016 તથા 2018માં ઇંગ્લેન્ડની ધરતી ઉપર રમાયેલી બે ટેસ્ટ શ્રેણી ડ્રો રહી હતી.

માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં શરૃ થનારી ટેસ્ટ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યાથી રમાશે. ઈંગ્લેન્ડની ટીમ શ્રેણીમાં ધીમી શરૃઆત કરવાની આદતને કારણે મુશ્કેલીનો સામનો કરી ચૂકી છે. વિન્ડિઝ સામે પણ તેઓ પ્રથમ ટેસ્ટમાં હારી ગયા હતા. જોકે ત્યાર બાદની બંને ટેસ્ટ તેમણે જીતી લીધી છે. રૃટની કેપ્ટન્સી હેઠળની ઈંગ્લેન્ડની ટીમે તેમની આ આદતને બદલવી પડશે. ઈન ફોર્મ બ્રોડ પાકિસ્તાનને ભારે પડી શકે તેમ છે. ઈંગ્લેન્ડના બેટિંગ યુનિટે પણ વિન્ડિઝ સામેની શ્રેણીમાં આગવું ફોર્મ મેળવીને પાકિસ્તાન માટે ચિંતાજનક પરિસ્થિતિ સર્જી છે

પાકિસ્તાન: અઝહર અલી (કેપ્ટન), બાબર આઝમ (વાઇસ કેપ્ટન), આબીદ અલી, અસદ શફીક, ફહિમ અશરફ, ફવાદ આલમ, ઇમામ ઉલ હક, ઇમરાન ખાન, કાશીફ ભટ્ટી, મોહમ્મદ અબ્બાસ, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સરફરાઝ અહેમદ, શાદાબ ખાન , શાહીન શાહ આફ્રિદી, શાન મસુદ, સોહેલ ખાન, ઉસ્માન શિનવારી, વહાબ રિયાઝ અને યાસીર શાહ.

ઇંગ્લેન્ડ: જો રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોફરા આર્ચર, ડોમિનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, જેક ક્રોલે, સેમ કરન, ઓલી પોપ, ડોમ સિબલે, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ અને માર્ક વુડ.

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર