September 25, 2022
September 25, 2022

WC-2019: ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે હરાવ્યું, જો રૂટની સદી

વર્લ્ડકપની 19મી મેચમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતે ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે હરાવ્યું છે. આ ઇંગ્લેન્ડની વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સતત છઠી જીત હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ 44.4 ઓવરમાં 212 રન બનાવી ઓલ આઉટ થઈ હતી અને ઈંગ્લેન્ડને જીત માટે 213 રનનો લક્ષ્યાંક આપ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ તરફથી પૂરને 56 બૉલમાં 1 છગ્ગો અને 2 ચોગ્ગા સાથે અડધી સદી(63) ફટકારી હતી. જ્યારે હેટમાયર 39 રન, ગેઈલ 36 અને રસેલે 21 રન બનાવ્યા હતા.

213 રનનો પીછો કરતા ઇંગ્લેન્ડે 33.1 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેમના માટે જો રૂટે વનડેમાં પોતાની 16મી અને વર્લ્ડકપમાં ત્રીજી સદી ફટકારી હતી. તેણે 94 બોલમાં 11 ચોક્કાની મદદથી 100* રન કર્યા હતા.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી