T-20 WC : ઇંગ્લેન્ડનો ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટથી આસાન વિજય

ENGએ જીતની હેટ્રીક સાથે સેમીફાઈનલ માટે દાવેદારી મજબૂત કરી

T20 વર્લ્ડકપની 26મી મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતી ઓસ્ટ્રેલિયાને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું જેના પગલે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા નિરાશાજનક પ્રદર્શન કરતા 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવી માત્ર 125 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડની શરૂઆત મજબૂત રહી હતી અને પહેલી વિકેટ માટે 66 રનની ભાગીદારી થઈ હતી. ઇંગ્લેન્ડે 8 વિકેટથી આસાન વિજય મેળવીને લગભગ સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. બીજી ઓવરમાં ક્રિસ વોક્સે ડેવિડ વોર્નર (1)ને આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. તેની બીજી જ ઓવરમાં ક્રિસ જોર્ડને સ્ટીવ સ્મિથ (1)ને આઉટ કરીને ENGને મોટી સફળતા અપાવી હતી. વોક્સને પોતાની ત્યારપછીની ઓવરમાં શ્રેષ્ઠ દેખાવ કરતા ગ્લેન મેક્સવેલ (6) પર વિકેટ લઈ ઓસ્ટ્રેલિયાને બેકફુટ પર ધકેલી દીધી હતી. માર્કસ સ્ટેઈનિ (0)ની વિકેટ આદિલ રાશિદના ખાતામાં રહી હતી. પાંચમી વિકેટ માટે 33 બોલમાં 30 રન જોડી કેપ્ટન ફિચ અને મેથ્યુ વેડે ટીમને સન્માનજનક સ્થિતિમાં લાવવાનું કામ કર્યું હતું. આ ભાગીદારી આગળ વધી રહી હતી ત્યારે લિવિંગસ્ટને વેડ (18) રન પર આઉટ કર્યો હતો.

છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં ફિચ અને એસ્ટર એગરે 36 બોલમાં 47 રન જોડ્યા હતા અને ટીમની ઈનિંગને સંભાળી હતી. આ ભાગીદારીને ટાઈમલ મિલ્સે એગર (20)ને આઉટ કરી તોડી હતી. 19મી ઓવરમાં ક્રિસ જોર્ડને પ્રથમ બોલ પર એક છેડો સંભાળી રહેલા એરોન ફિચ (44) અને બીજા દડે પેટ કમિંસ (12) આઉટ કર્યો હતો.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી