ઈંગ્લિશ ચેનલમાં ડૂબી બોટ, ફ્રાન્સથી બ્રિટન જઈ રહેલા 31 શરણાર્થીના મોત

બોરિસ જોનસનને ઈમરજન્સી બેઠક બોલાવી

ફ્રાન્સથી ઈંગ્લેન્ડ જનારી ઈંગ્લિશ ચેનલને પાર કરતા સમયે બોટ પલટી જતાં 31 શરણાર્થીના મોત નિપજ્યા છે. ઈંગ્લિશ ચેનલમાં બુધવારે મોટી દૂર્ઘટના બની છે. અહીં શરણાર્થીઓથી ભરેલી એક બોટ ઈંગ્લિશ ચેનલમાં ડૂબી ગઈ. આ ઘટનામાં 31 લોકોના મોત થયા છે. જણાવાઈ રહ્યું છે કે આ ઘટના ફ્રાન્સથી ઈંગ્લેન્ડ જનારી ઈંગ્લિશ ચેનલને પાર કરતા સમયે થયો છે.

ફાન્સના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે માછીમારો પાસેથી આ ઘટનાના સમાચાર મળ્યા હતા. ફ્રાન્સના ગૃહ મંત્રી ગેરાલ્ડ ડાર્મિનિને કહ્યું કે 34 લોકોના ડૂબવાના સમાચાર મળ્યા છે. પ્રશાસનને 31 લાશ મળી છે. જ્યારે 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. એક વ્યક્તિ ગુમ છે. જો કે મરનારા કયા દેશના છે તે જાણી શકાયું નથી.

ગુમ વ્યક્તિને શોધવા ફ્રાન્સ અને બ્રિટન મળીને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ફ્રાન્સના ગૃહ મંત્રીએ કહ્યું કે બ્રિટન મળીને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ફ્રાંસે ગૃહ મંત્રીએ કહ્યું કે આ ઘટનાના સંબંધમાં 4 શંકાસ્પદ માનવ તસ્કરોની ધરપકડ કરી છે. બાદમાં 2 શંકાસ્પદોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.

બીજી તરફ બ્રિટનમાં પીએમ બોરિસ જોનસનને ઈમરજન્સી બેઠક બોલાવી. ત્યારે ફાન્સના ગૃહ મંત્રી ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યા. બન્ને સરકાર લાંબા સમયથી ક્રોસિંગને રોકવા માટે પગલા ઉઠાવી રહી છે. જોનસને કહ્યું કે તે ઘટનાને લઈને હેરાન અને સ્તબ્ધ છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી