મગફળી અને ભેળ ખાવાનો શોખ તમને પણ ખૂબ હશે. દરેક ભારતીયને હોય છે. પરંતુ હિદુસ્તાનની ગલીઓમાં ફરતી મગફળી અને ભેળ હાલ લંડનના રસ્તાઓ પર જોવા મળે છે.
ઇગ્લેન્ડમાં વર્લ્ડકપ ચાલી રહ્યો છે તો સ્ટેડિયમની બહાર એક અંગ્રેજ મગફળીની દુકાન લગાવીને બેઠો છે અને લોકોને ગરમ મગફળી આપી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં આની ખૂબ ચર્ચા થઇ રહી છે.
😂😂😂 लंदन के मूँगफली विक्रेता 😍🇮🇳 pic.twitter.com/lWLvCgF0lU
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) June 10, 2019
આ મગફળી ખાવામાં દેશના જાણીતા કવિ કુમાર વિશ્વાસનો પણ સમાવેશ થાય છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. કુમારે વીડિયોમાં જયારે આ વ્યક્તિને પૂછ્યું કે આ શું છે તો તેણે કહ્યું, ‘ગરમા ગરમ…મગફળી’.
44 , 1